મહાપાલિકાનાં સત્તાધીશો નિંદ્રાધીન
લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે પણ મનપાનું પેટનું પાણી હલતું નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં દિવસે દિવસે રખડતા શ્વાનનો આંતક વધી રહ્યોછે તેની સાથે શહેરના સામાન્ય લોકો રોજ બરોજ શિકાર બની રહ્યા છે એવા સમયે મહાનગર પાલિકાના સત્તાધિશો કે અધિકારીનું પેટનું પાણી હલતું નથી માત્ર એ.સી. ચેમ્બર માં બેસીને યોજના બનાવી સંતોષ માની રહ્યું છે રખડતા શ્વાન માટે ખસ્સીકરણની યોજનાની વાતો માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે. જૂનાગઢ શહેરમાં રખડતા શ્વાનનો દિવસે દિવસે વધારો થતો જાય છે અને શેરીએ ગાલીયે અને સોસાયટીમાં શ્વાનનો આંતક વધતો જાય છે ગઇકાલના સિવિલ હોસ્પિટલમાં 15 જેટલા લોકોને શ્ર્વાને બટકા ભરવાના કેસ સામે આવ્યા હતા જયારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના 10થી વધુ કેસ આવી રહ્યા છે જો મહિનાની સરેરાશ એવરેજ જોઈએ તો જૂનાગઢ શહેરમાં એક મહિનામાં 300 લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે ત્યારે મનપાનું નીમ્ભર તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે.
શહેરમાં છેલ્લા 10 વર્ષથી શ્વાનનું ખસ્સીકરણ માટે આયોજન થઇ રહ્યું છે માત્ર કાગળ ઉપર શ્વાનના ખસ્સીકરણ માટેની યોજના બનતી હોઈ તેવું જોવા મળી રહયું છે વર્ષોથી શ્ર્વાનની ખસ્સીકરણ માટે જગ્યા શોધાઈ રહી છે અને બિલ્ડીંગ બનાવના ટેન્ડરો બહાર પાડી રહ્યાનું રટણ ચાલુ છે દર જનરલ બોર્ડમાં શ્ર્વાનના ખસી કરણનો મુદ્દો સામે આવે છે પણ પાછળ થી કોઈ નક્કર કામગીરી થતી નથી ત્યારે શ્વાન ના ખસીકરણ પાછળ કેટલો ખર્ચ કર્યો તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે એક તરફ લોકો શ્વાન નો શિકાર બની રહ્યા છે અને બીજી તરફ મનપા માત્ર હવામાં વાતો કરી રહી છે. જૂનાગઢ શહેરમાં એક શ્વાનની સમસ્યા નથી તેની સાથે રખડતા ઢોરની પણ સમસ્યા સામે ઉભી છે શહેરમાં રખડતા આખલા યુદ્ધ રોજ બરોજ જોવાના દર્શ્યો સામે આવી રહ્યા છે અને શહેરીજનો કયાંકને કયાંક રખડતા ઢોરની હડફેટે આવીને ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે અમુક કેસોમાં જીવ ગુમાવાનો વારા સાથે જીંદગી ભર ઇજાના કારણે સહન કરવાનો વારો આવે છે એવા સમયે જૂનાગઢ મહા નગરપાલિકાનું તંત્ર મૌન બનીને જોઈ રહ્યું છે કયારે મનપાનો અંતર આત્મા જાગશે તેવા પ્રશ્નો શહેરીજનોમાંથી ઉઠી રહ્યા છે.
શ્વાનની ખસીકરણ યોજનાનો અમલ કયારે?
જૂનાગઢમાં રખડતા શ્વાન આંતક વચ્ચે મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન હરેશ પરસાણા સાથે શ્વાનના ખસીકરણ મુદ્દે વાત કરતા જણાવ્યુ હતુ કે, જૂનાગઢ શહેરની ભાગોળે આવેલ કચરાની ડમ્પીંગ સાઇડ પર શ્વાનના ખસીકરણ માટેનું બિલ્ડીંગ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. તેની સાથે શ્વાનને પકડીને ખસીકરણ કરવાનો કોન્ટ્રાકટ નકકી કરી દેવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટમાં શહેરમાં રખડતા શ્વાનને પકડીને ડમ્પીંગ સાડની હોસ્પિટલે લઇ જવામાં આવશે અને ખસીકરણ કરી ફરી તેને તેની જગ્યાએ છોડી દેવામાં આવશે. તેમ મનપા સ્ટેન્ડીંગ ચેરમેને જણાવ્યુ હતુ. જયારે શહેરમાં રખડતા શ્વાનનો લોકો ભોગ બની રહ્યા છે. એવા સમયે હવે શું શ્વાનની ખસીકરણની યોજના ખરેખર વર્ષોથી ટલ્લે ચઢેલી યોજના શાકાર થશે કે માત્ર કાગળ ઉપર જોવા મળશે.
- Advertisement -
શ્વાનના હુમલામાં વધારો
જૂનાગઢ શહેરમાં દીવસે દીવસે શ્વાનના વધતા હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં રોજ બરોજ 10 થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો અને બહાર ગામથી આવતા ટુરીસ્ટો પર રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે. એવા સમયે શ્વાનની વસ્તી કયારે ઓછી થશે અને લોકો કયારે રાહતનો શ્ર્વાસ લેશે.