સર્ટિફાઈડ શૂટિંગ સ્પોર્ટ્સ કોચિંગ કોર્સ પાસ કરતાં નિલરાજ રાણા
ખાસ-ખબર સંવાદદાતા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નેતાજી સુભાષ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ સ્પોર્ટ્સ, પટિયાલા દ્વારા 6 વિક્સ સર્ટિફીકેટ કોર્સ ઈન સ્પોર્ટ્સ કોચિંગ ઇન ધ ફિલ્ડ ઓફ શૂટિંગ સ્પોર્ટ્સ જેમાં 4 વીક થીઅરી કલાસ જે ઓનલાઈન લેવામાં આવ્યા હતા અને 2 વીક પ્રેક્ટિકલ સેશન, ડો. કરણીસિંહ શૂટિંગ રેન્જ, ન્યુદિલ્હી સેન્ટર ખાતે તા. 26 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવી હતી જેમાં રાજકોટના શોટગન શૂટર નિલરાજ રાણાએ સર્ટિફાઈડ શૂટિંગ સ્પોર્ટ્સ કોચિંગ કોર્સ પાસ કરી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે.
- Advertisement -
આ શૂટિંગ સ્પોર્ટ્સ કોચિંગ કોર્સ માટે સમગ્ર ભારતમાંથી 350થી પણ વધુ વધારે ટ્રેઈની (શૂટર) સિલેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત રાજ્યમાંથી ફકત 8 શૂટર હતા જેમાં નિલરાજ રાણા સૌરાષ્ટ્ર તથા રાજકોટ જિલ્લાના એકમાત્ર શૂટર છે. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા માન્ય આ કોર્સ માટે સમગ્ર ભારતમાંથી શૂટિંગ સ્પોર્ટ્સ ફિલ્ડમાં મેરીટ ધરાવતાં શૂટરોનું સિલેકશન કરવામાં આવ્યું હતું અને તેમને ક્યુઅલીફાઈડ શૂટિંગ સ્પોર્ટ્સ કોચ બનાવા માટે આ કોર્સ પહેલીવાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા શુટિંગ ફિલ્ડ માટે યોજવામાં આવ્યો હતો જેમાં રાજકોટના શોટગન શૂટર નિલરાજ રાણાની પસંદગી થઈ હતી અને ઓનલાઈન પરીક્ષા ક્લીયર કરી દિલ્હી શૂટિંગ રેન્જ ઉપર પ્રેક્ટિકલ પરીક્ષા પણ પાસ કરી અને બી-ગ્રેડ સર્ટિફીકેટ આપવામાં આવ્યું છે. નિલરાજ રાણા એક નેશનલ લેવલ ક્યુઅલીફાઈડ રીનાઉન્ડ શૂટર છે અને સ્ટેટ તથા ઝોન લેવલના ગોલ્ડમેડાલીસ્ટ પણ. અને વર્ષ 2013થી શૂટિંગ સ્પોર્ટ્સમાં કોમ્પિટિશનમાં ભાગ લે છે. આ કોર્સ કરવાનો હેતુ એ હતો કે ઘણા શૂટર તેમની પાસે શૂટિંગ ટિપ્સ લેવા આવે છે. હાલ શૂટિંગ સ્પોર્ટ્સ ખૂબ આગળ વધી રહ્યું છે અને લોકોમાં ખૂબ જ જાગૃતિ પણ આવી રહી છે અને ગવર્નમેન્ટ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આ પ્રયાસથી આવનારા સમય માટે શૂટરને ખૂબ લાભ થશે.