લેબોરેટરીમાં તમામ પ્રકાર રિપોર્ટ થતા નથી : દવાઓની પણ અછત
ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોનો અભાવ હોય દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. કોડીનાર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ માત્ર એક જ તબીબ હોય દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યોં છે.તેમજ અહીંયા એક જ તબીબ હોય એ પણ કોર્ટના કામે ગયા હોવાનું કર્મીઓએ જણાવ્યું હતું.આ ઉપરાંત અહીંયા સર્જન કે નથી એમ.ડી. કે ગાયનેકોલોજિસ્ટ, નાનકડા ગામડામાં જે પ્રમાણે સરકારી દવાખાનું હોય તેવું જ અહીં જોવા મળી રહ્યું છે.સામાન્ય પાટા પિંડી થાય અને સામાન્ય શરદી,ઉધરસ,તાવની દવા આપવામાં આવે છે.એ પણ જો ડોકટર હાજર હોય તો જ અથવાતો બ્લોકમાંથી જો કોઈ ડોકટર આપવામાં આવે તો વિદ્યાર્થી કે અન્ય કોઈને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂરિયાત ઉભી થાય ત્યારે બે ત્રણ કલાક બેસવું પડે અથવા તો એકાદ બે ધક્કા ખાવા પડી રહ્યાં છે.દવાઓની પણ અહીં અછત જોવા મળે છે.એક્સરે રૂમ છે ટેક્નિશયન નથી વધુમાં મળતી વિગત મુજબ,અહીંયા એક્સરે રૂમ છે.
પણ ટેક્નિશિયન નથી.તેમજ આંખના કોઈ તબીબ નથી આ સાથે લેબોરેટરી છે પરંતુ દરેક રિપોર્ટ થતા નથી અને ઓપરેશન થિયેટર છે.પણ સર્જન ક્યાં? આ બધી જ સમસ્યાને કારણે આખરે ગરીબ દર્દી ખાનગી દવાખાને કે હોસ્પિટલમાં દાખલ થવા મજબૂર બને છે.