બનાસકાંઠાનાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા થોડા સમય પહેલા મેડીકલ સ્ટોર પર હુમલો કરાયો હતો. જે અનુસંધાને આજે વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા બંધ પાળી પોલીસને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
અંબાજીમાં થોડા દિવસ પહેલા અસામાજીક તત્વો દ્વારા મેડીકલ સ્ટોર પર કરાયેલ હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યો છે. ત્યારે મેડીકલ સ્ટોર પર થયેલ હુમલાને લઈ વેપારીઓની સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. વેપારીઓ તેમજ ગ્રામજનો અંબાજી પોલીસને આ સમગ્ર મામલે આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ જ્યાં સુધી પોલીસ દ્વારા બાંહેધરી નહી આપવામાં આવે ત્યાં સુધી વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા અંબાજી સજ્જડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
- Advertisement -
ભર બજારે 5 થી 6 લોકોએ મેડિકલ પર પથ્થર મારો કર્યો
અંબાજીમાં કેટલાક સમાજનાં અસામાજીક તત્વો દ્વારા બે દિવસ પહેલામેડીકલ પર પથ્થરમારો કર્યો હતો. આ 5 થી 6 જેટલા લોકોએ મેડીકલ સ્ટોર પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે સુરક્ષિત યાત્રાધામ છેલ્લા કેટલાક મહિનાથી સુરક્ષિત નથી. ભર બજારે 5 થી 6 જેટલા લોકોએ મેડીકલ પર પથ્થરમારો કર્યો હતો. તેમજ મેડીકલમાં કામ કરતા યુવકને ગડદા પાટુનો માર માર્યો હતો. જે બાદ યુવકે સ્વબચાવ માટે ધોકો કાઢી ભાગવાની કોશિષ કરી હતી. સાંજે 7 વાગ્યે પથ્થરમારો થતા સમગ્ર અંબાજી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી
- Advertisement -
યાત્રાધામ અંબાજીમાં મેડીકલ સ્ટોર પર હુમલા મામલે પોલીસ દ્વારા 3 આરોપીઓની અટકાયત કરી હતી. તેમજ અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. ઘટનાનાં 24 કલાકમાં જ અંબાજી પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારે આ ઘટના બાદ પોલીસ દ્વારા અંબાજી પોલીસ દ્વારા હવે સુરક્ષામાં વધારો થશે. તેમજ અંબાજી પોલીસ સ્ટેશનને વધુ 4 ધોડે સવાર પોલીસ મળશે. તેમજ પોલીસ દ્વારા હવે નાઈટ પેટ્રોલીંગ પણ વધારવામાં આવશે.