ભારતની બેટિંગ દરમિયાન પેલેસ્ટાઈન સમર્થક એક યુવક વિરાટ કોહલી પાસે સ્ટેડિયમમાં પહોંચી ગયો અને પછી…..
અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે. જોકે ગઈકાલે મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના પણ સામે આવી હતી. વિગતો મુજબ મેચ દરમિયાન મેદાનમાં એક યુવકે ગેરકાયદેસર પ્રવેશ કરી લીધો હતો. જે બાદમાં યુવકની પોલીસનો અટકાયત કરવામાં આવી હતી. જોકે આ ઈસમની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. હાલ આ મામલે ચાંદખેડા પોલીસે ઈસમ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ યોજાઇ હતી. આ તરફ ભારતની બેટિંગ દરમિયાન પેલેસ્ટાઈન સમર્થક એક યુવક વિરાટ કોહલી પાસે સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો. જે બાદમાં સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી પોલીસને સોંપ્યો હતો. આ તરફ પોલીસની પૂછપરછમાં યુવકનું નામ વેન જોનશન અને તે મૂળ ઓસ્ટ્રેલિયાનો હોવાનું સામે આવ્યું છે.
#WATCH | Gujarat: The man who entered the field during the India vs Australia Final match, brought to the Chandkheda Police Station in Ahmedabad pic.twitter.com/pm9AMyhsSi
— ANI (@ANI) November 19, 2023
- Advertisement -
યુવક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ગેરકાયદેસર રીતે વિરાટ કોહલી સુધી પહોંચવાના પ્રયાસ કરનાર ઈસમ વેન જોનશન સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ યુવકે વિરાટ કોહલીને ગલે લગાવીને મેચને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી હતી. આ સાથે તેને પોલીસને ધક્કો મારીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તેણે પોતે વિરાટ કોહલીનો ફેન હોવાથી આવું કર્યું હોવાનું તપાસમાં જણાવ્યું છે. વિદેશી યુવકના ટીશર્ટ પર વિવાદિત લખાણને લઈને કોઈ ઉલ્લેખ નથી. ટીશર્ટ પર Stop Bombing Palestine લખેલું હતું. ચાંદેખદા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેલેસ્ટાઈન સમર્થક હતો ઈસમ
આ તરફ પેલેસ્ટાઈન સમર્થક સુરક્ષા તોડીને મેદાનમાં ઘૂસી જતા ચકચાર મચી ગઈ છે. આ ફેન દોડીને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે પહોંચ્યો અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. તેની ટી-શર્ટ અને ચહેરા પરના માસ્કથી તેને ઓળખી શકાય છે. તેની પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો. આ યુવકને અચાનક જોઈને કોહલી ઘડીક તો ડરી ગયો હતો. પરંતુ બાદમાં સિક્યુરિટી જવાનો પહોંચી ગયા હતા, અને તાબડતોડ યુવકને બહાર લઈ જવાયો હતો.