સુરતમાં નાનપણની મિત્રો કોલેજ જવાનું કહી નીકળી, અઈં પર આપઘાતનું સર્ચ કર્યું હતું: ઇન્જેક્શન-દવાની બોટલો મળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી આજે(7 માર્ચ) સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ આકસ્મિક મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મૃતક યુવતીઓ નાનપણની મિત્રો હતી અને કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જેમાં રોશની શિરસાઠે ઈવફિૠંઙઝ પર સર્ચ કર્યું હતું કે ‘ઇંજ્ઞૂ જ્ઞિં ભજ્ઞળળશિં તીશભશમય’.
બંને યુવતીઓ બાથરૂમમાં જતી હતી તે સમયના ઈઈઝટ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ બાથરૂમ તરફ જઈ રહી છે અને બાદમાં બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દે છે. બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી બે સખીઓ રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરી શુક્રવારે સવારે રાબેતા મુજબ કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. જોકે, બપોર વીતી જવા છતાં બંને યુવતીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
સંબંધી સુભાષભાઈએ જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યે બંને કોલેજ જવા માટે નીકળી હતી. તેમનો કોલેજથી પાછા આવવાનો સમય બપોરે 12:30 વાગ્યાનો હતો, પણ તેઓ ન આવી. 1:30 વાગ્યા પછી બધાએ તેમને ફોન કરવાના શરૂ કર્યા, પણ કોઈનો ફોન તેઓ ઉપાડતી નહોતી. ન તો કોઈ મેસેજનો જવાબ આપ્યો.
ત્યારબાદ અમે 3 વાગ્યે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (ઋઈંછ) કરી. અમે અમારી રીતે પણ શોધખોળ શરૂ કરી અને લોકેશન ટ્રેસ કર્યું તો સ્વામિનારાયણ મંદિર પાસેનું લોકેશન બતાવ્યું. ત્યાં જઈને જોયું તો તેમની ગાડી મળી આવી.અમે આખું મંદિર તપાસ્યું પણ કઈ મળ્યું નહીં. એક બાથરૂમની લાઈટ ચાલુ હતી એટલે અમને શંકા ગઈ. બાથરૂમ અંદરથી બંધ હતું એટલે અમે દરવાજો તોડીને જોયું તો બંને યુવતીઓ ત્યાં પડેલી હતી.
બાથરૂમમાંથી ઝેરના પડીકા મળ્યા: PI ચુડાસમા
આ સમગ્ર મામલે ડીંડોલીના પી.આઈ. આર. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમને ઘટનાની જાણકારી મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મંદિરના તમામ ઈઈઝટ ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. લગભગ સવા સાત વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે. બાથરૂમની અંદરથી અમને ઝેરના પડીકા પણ મળી આવ્યા છે, જેને અમે ઋજકમાં મોકલીશું. હાલ પરિવારનું નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે.



