સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
લીમડી તાલુકાના ઉઘાલ ગામે સોમવારે સાંજે ભોગાવો નદીમાંથી બે યુવાનનાં મૃતદેહો તરત નજરે પડ્યા હતા. જેની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનોની લાશને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર સોમવારે સાંજે લીમડી તાલુકાના ઉઘલ ગામે બિગવો નદીમાં અચાનક એક યુવાનની લાશ તરતી નજરે પડી હતી જેથી રાહદારી દ્વારા નજીક જેને તપાસ કરતા એક નહિ પણ બે લાશ હોવાનું સામે આવ્યું હતું. જેથી રાહદારીઓ દ્વારા તુરંત લીમડી પોલીસ મથકે જાણ કરી હતી જ્યારે સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં જ ભોગાવો નદી ખાતે દોડી જઇ બંને મૃતક યુવાનોની લાશ સ્થાનિક લોકોની મદદથી નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પીટલ ખસેડી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ બંને યુવાનોની લાશ વધુ સમયથી પાણીમાં હોવાના લીધે કેટલાક અંશે કોહવાઈ ગઈ હતી. ત્યારે નદીમાં એક સાથે બે યુવાનોની લાશ મળવાની વિગતો વાયુ વેગે પ્રસરી જતાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે સ્થાનિક પોલીસ દ્વારા બંને મૃતકોના પીએમ રીપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે તેમ જણાવ્યું હતું.