જ્યાં ધરતી ભક્તિમય અને આકાશ શિવમય છે: ભવનાથમાં શ્રદ્ધાનું પ્રતીક અને ભોળાનાથનો મિની કુંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જ્યાં ધરતી ભક્તિમય અને આકાશ શિવમય છે, તેવા ગિરનારની પવિત્ર ગોદમાં ભોળાનાથનો ‘મિની કુંભ’ મેળો પોતાની ચરમસીમાએ પહોંચ્યો છે. ભવનાથ તળેટીમાં ગુંજતો ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’નો નાદ વાતાવરણમાં દિવ્યતા ભરી રહ્યો છે. આ વર્ષે પ્રશાસન અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી મેળાએ ભવ્ય સ્વરૂૂપ ધારણ કર્યું છે. 3 કિમીથી વધુના માર્ગ પર લાખો ભાવિકોનો અવિરત પ્રવાહ શિવભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે. ધૂણી ધખાવીને બેઠેલા નાગા સાધુઓ અને વિવિધ અખાડાઓના દર્શન કરવા માટે દેશ-વિદેશના યાત્રિકો ઉમટી રહ્યા છે. આવતીકાલે રવિવારે મહાશિવરાત્રીના પાવન અવસરે ભવ્ય ‘રવેડી’ નીકળશે, જેમાં સાધુ-સંતો અંગ કસરતના દાવપેચ બતાવશે. મધ્યરાત્રિએ મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે આ શ્રદ્ધાના મહાકુંભની પૂર્ણાહુતિ થશે. ખરેખર, ભવનાથમાં શ્રદ્ધાનું પ્રતીક અને ભોળાનાથનો આ મિની કુંભ એક અનન્ય આધ્યાત્મિક અનુભૂતિ છે.



