સતત 25મા વર્ષે આયોજન: 170 રૂપિયામાં 2 કિલો ફરસાણ તથા મીઠાઈ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિવમ્ ગ્રુપ દ્વારા પૂર્વકોર્પોરેટર તેમજ સેવાભાવી સ્વ. પ્રવિણસિંહ પરમારના સ્મરણાર્થે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે સતત 25માં વર્ષે રાહતદરે ફરસાણ તેમજ મીઠાઈ વિતરણનું આયોજન તા. 13-8-2025 ને બુધવારના રોજ સવારે 8-00થી સાંજે 6-00 વાગ્યા સુધી રાખેલ છે. આ કાર્યક્રમમાં રૂા. 170માં 2 કિલો ફરસાણ તથા મીઠાઈ આપવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શહેરના જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસપાર્ટસ) દ્વારા રાખેલ છે.
- Advertisement -
દીપ પ્રાગટ્ય શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ) તથા નારણભાઈ પટેલ (ઈન્ડિયા બ્રાસ)ના હસ્તે રાખેલ છે.
આ કાર્યક્રમમાં અતિથિવિશેષ નરેશભાઈ પટેલ (ચેરમેન, ખોડલધામ), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય રાજકોટ), વિરેન્દ્રસિંહ ઝાલા (મહામંત્રી રાજકોટ ભાજપ), ડો. હેમાંગભાઈ વસાવડા (પ્રદેશ કોંગ્રેસ સમિતિ), મહેન્દ્રસિંહ જાડેજા (જે.એમ.જે. ગ્રુપ), દેવાંગભાઈ માકડ (ચેરમેન વોટર વર્કસ), મનનભાઈ જોષી (પ્રિમિયર સ્કૂલ), નીલેશભાઈ જલુ (ચેરમેન સેનિટેશન), મયુરધ્વજસિંહ સરવૈયા (પી.આઈ. ભક્તિનગર), સોનલબેન જે. સેલારા (કોર્પોરેટર, વોર્ડ નં. 13) ઉપસ્થિત રહેવાના છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા શિવમ્ ગ્રુપના કુલદીપસિંહ પરમાર, વિપુલ પટેલ, ગિરિરાજસિંહ જાડેજા, જયેશ ઉદેશી, ધવલ જોષી, કમલ લિંબડ, ચેતન શુક્લ, સંજય ધીનોજા, રાજુ જોષી, મહેન્દ્ર કામલીયા, પંકજ પરમાર, અતુલ કારીયા, વિશાલ ભીમાણી, ભરત દાવડા, પરાગ પરમાર, ઉદયભાઈ પરમાર, વિજય પરમાર, પાર્થિવ દવે તથા સર્વે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. વિતરણનો લાભ લેવા શિવમ્ ગ્રુપનો જાહેર જનતાને અનુરોધ છે. વિતરણ સ્થળ નીચે મુજબ છે: ‘શિવમ્ પ્રોપર્ટીઝ’, 4, પુજારા પ્લોટ કોર્નર, પુજારા પ્લોટ મેઈન રોડ, જલારામ બેકરી તથા ચિરાગ મેડિકલની બાજુમાં, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ મેઈન રોડ, રાજકોટ.



