રૂા.6600 કરોડના મની લોન્ડ્રીંગ કેસમાં અભિનેત્રી અને તેના પતિ મુશ્કેલીમાં
એન્ફોર્સમેન્ટ વિભાગે બોલીવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાને મની લોન્ડ્રીંગ કેસમાં તેમનો બંગલો અને ફાર્મહાઉસને એટેચમાં લેવાની કાર્યવાહી શરુ કરી છે અને તેમને આ બંગલો તેમજ ફાર્મહાઉસ ખાલી કરવા નોટીસ આપી છે તેની સામે તેઓએ મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરી છે. બંને સામે રૂા.6600 કરોડના મની લોન્ડ્રીંગનો કેસ છે.
- Advertisement -
આ બંગલો મુંબઇના પોસ જુહુ વિસ્તારમાં આવેલો છે જ્યારે ફાર્મ હાઉસ એક મુંબઇ નજીક પાવના વિસ્તારમાં આવેલું છે. અગાઉ આ પ્રકારની કાર્યવાહીમાં રાજ કુંદ્રાની માલિકીની રૂા.97 કરોડની મીલ્કતો જપ્ત કરવામાં આવી છે. રાજ કુંદ્રા અગાઉ પોર્ન ફિલ્મના વિવાદમાં અને આઇપીએલમાં સટ્ટાના વિવાદમાં પણ ફસાયેલો છે.