ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળ શીલ પોલીસ સ્ટેશનનાં ઠગાઇ તેમજ છેતરપીંડી સાથે વિશ્ર્વાસઘાત કરનાર ઇસમને પકડી પાડતી પોલીસ પોલીસમાંથી મળતી વિગત મુજબ શીલ પોલીસ સ્ટેશનનાં ગુનામાં મનિષ નરસિંહભાઇ પાલા રહે.સકરાણા વાળાએ મીતી ગામે શિવમ જવેલર્સ નામની દુકાન ચલાવી ફરિયાદી તથા સાહેદોને વિશ્ર્વાસમાં લઇ રિપેરીંગ કરવા બાને સોનાના અલગ-અલગ દાગીના તથા રોકડ રૂપિયા મળી 10.ર0 લાખ લઇ જઇને છેતરપીંડી કરી હોવાના આરોપી નાસતો ફરતો હોય જેને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.
શીલ પોલીસે છેતરપિંડીના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો
