યુવતીઓની છેડતી કરનારાઓની ખેર નથી, દારૂ ઢીંચીને યુવતીઓ વચ્ચે ગરબા રમનાર ઈસમને ઝડપી પાડતી પોલીસ
રાજકોટ શહેરમાં થતી પ્રાચીન/અર્વાચીન ગરબીઓ પર સતત પેટ્રોલિંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજયમાં નવ દિવસ સુધી ચાલી રહેલ નવરાત્રી તહેવાર અનુસંધાને રાજકોટ શહેરમાં થનાર પ્રાચીન/અર્વાચીન ગરબીઓ પર સતત પેટ્રોલીંગ રાખી મહીલાઓની સુરક્ષા જળવાઇ રહે તે સારૂ SHE TEAMને ટ્રેન્ડીશનલ ડ્રેસમાં ખાનગી રીતે રોમિયોગીરી કરતા સખશો પર બાજ નજર રાખી રહી છે.
આ ટીમ માત્ર ગરબા ગ્રાઉન્ડમાં જ નહિ પરંતુ પાર્કિગમાં નકામા ઉભા રહી બહેનોને ઘુરતા અસામાજિક તત્વોની પણ પૂછપરછ કરે છે. તો સાથે જ મહિલા પોલીસે નવરાત્રિ દરમિયાન મોડી રાતે અથવા તો ગરબા ગ્રાઉન્ડ પર કોઈ પણ પ્રકારની સમસ્યા જણાઈ તો કંટ્રોલ રૂમ અથવા 100 નંબર પર જાણ કરવા અપિલ પણ કરી છે. વધુમાં પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશનર વિધી ચૌધરી લ, તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફીક પુજા યાદવની સૂચનાથી પેટ્રોલીંગ દરમિયાન બામ્બુ બીટ્સ ડાંડીયા ત્રિકોણબાગ ખાતેથી ગરબા રમતા સમયે એક ઇસમ દારૂ પીધેલી હાલતમાં મહીલાઓએ વચ્ચે ગરબા રમતો હોય જેને રાજકોટ શહેર SHE TEAM દ્વારા પકડી પાડી આગળની કાર્યવાહી માટે એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. આમ, રાજકોટ શહેર જઇંઊ ઝઊઅખ દ્વારા નવરાત્રી તહેવાર દરમ્યાન સારી કામગીરી કરી રહી છે.