રાજકોટના આંગણે તથાસ્તુ આર્ટ ગેલેરીનો ભવ્ય શુભારંભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રથમ વાર રાજકોટ ખાતે વનસ્ટોપ સોલ્યુશન નવુ સોપાન તથાસ્તુ આર્ટનો આજ રોજ ભવ્ય શુભારંભ પ્રભુજી શ્રીમાન ચંદ્ર ગોવિંદદાસ (ઈસ્કોન મંદિર-સુરત), પૂ. અશ્વિનદાસજી, પરમ પૂ. કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર સ્વામીજી ના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ગેમઝોન દુર્ઘટનામાં 15 લોકોના જીવ બચાવનાર વિદ્યાર્થી ’દક્ષ કુંજડીયાને’ શૌર્ય એવોર્ડ આપીને સન્માનીત કરાયા હતા તેમના આ બહાદુરી ભર્યા કાર્યની સરાહનીય પ્રશંશાનું અંગુલી ર્નિદેશ કાર્ય કરાતા સમગ્ર રાજકોટવાસીઓમાં સરાહના કરવામાં આવી હતી.
ઉદ્ઘાટીત તથાસ્તુ આર્ટમાં વિવિધ પ્રકારની કોર્પોરેટ ગીફટ આઈટમો, સામાજીક શૈક્ષણિક કોર્પોરેટ એવોર્ડ, ટ્રોફી, શિલ્ડ ની અવનવી અદ્યતન ટેકનોલોજી સભર આઈટમો ઉપલબ્ધ હશે. ઉપરાંત પર્સનાલાઈઝ આર્ટની વિવિધ કૃતીઓ પણ મળી શકશે. તેથી હવે નગર જનોને વિશાળ પસંદગીની તકો મળશે. તથાસ્તુ આર્ટના આ નવા સોપાના વિપુલભાઈ પાનેલીયા, અનિલભાઈ અગોલા, વિવેકભાઈ રાવલ, જયેશભાઈ રાણીપા અને દેવાભાઈ ગરચર સહભાગી બન્યા છે. આજના આ શુભ-પ્રારંભે બહોળી સંખ્યામાં આર્શિવાદ માટે પૂ. સંતો, સામાજીક-શૈક્ષણિક અગ્રણીઓ, અને કોર્પોરેટ ક્ષેત્રના મહાનુભાવો એ હાજરી આપેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રથમ વનસ્ટોપ સોલ્યુસન થતા સામાજીક શૈક્ષણિક સંસ્થા, એસોશિયેશન, એન.જી.ઓ વગેરેને ઘણો ફાયદો થશે તેમ તથાસ્તુ આર્ટના ભાગીદારોએ જણાવ્યુ હતુ.



