શાહનામા
– નરેશ શાહ
સૌથી પહેલાં તો એ વાત કે, તમે આજ સુધી આવી ફિલ્મ જોઈ જ નથી. એક જ કિરદાર બે અભિનેતાઓ ભજવે અને એ બન્ને અભિનેતાઓ સ્ક્રીન પર સતત બદલાતાં રહે, એ જોવાનો આપણને અનુભવ જ નથી. શર્માજી નમકીન હિન્દી સિનેમાના ચાહકોને આ એકમેવ અને અનોખો અવસર પ્રદાન કરનારી ફિલ્મ છે.
- Advertisement -
આપણને ખબર જ છે કે ૠષિ કપૂરજીની આ આખરી ફિલ્મ હતી. આ ફિલ્મની સ્ટોરી ચિન્ટુજીને કહેવામાં આવી ત્યારે જ તમને એ ખૂબ ગમી ગઈ હતી કારણક ૠષિ કપૂર (અને આખું કપુર ખાનદાન) ખાવાપીવાનું જરૂર શોખિન રહ્યું છે અને શર્માજી નમકીન ફિલ્મનું કિરદાર (ખાવાનું ના સહિ) રસોઈ બનાવવાનું શોખિન છે. પત્નીને ગૂમાવી ચૂક્યાં બાદ અને મધુબન હોમ અમ્પલાયન્સીઝ કંપનીએ ફરજિયાત બે વરસ વહેલાં વીઆરએસ (વોલન્ટરી રિટાયર્ડમેન્ટ સ્કીમ) આપીને શર્માજીને નિવૃત કરી દીધા છે. પત્નીના અવસાન પછી પરણવા લાયક અને કોલેજમાં ભણી રહેલાં, બન્ને પુત્રોને રાંધીને જમાડવાની જવાબદારી શર્માજી નિભાવે છે પણ…
નિવૃતિની બોરિયતથી તેઓ પરેશાન છે. ઝુંબાના ડાન્સ કલાસ, જમીન-મકાનના બ્રોકરેજથી લઈને ભેળપકોડીનો ઠેલો નાખવા સુધીના વિકલ્પો શર્માજી વિચારે છે પણ કમાતો મોટો દીકરો આગ્રહ રાખે છે કે આવા કામ કરવાની બદલે પિતા નિવૃત્તિને એન્જોય કરે. દરેક કામ કરતી નવી જનરેશનમાં દેખીતી રીતે સારી લાગતી પણ વાસ્તવમાં ખોટી ગેરસમજણ ડેવલપ થયેલી જ હોય છે. નિવૃતિ એટલે નવરાં બેસી રહેવું યા ધર્મધ્યાનમાં મન પરોવવું યા સ્માર્ટ ફોનમાં સમય પસાર કરવો એવું એ ધારી લે કારણકે આવી ફૂરસદ તેમને હોતી નથી પરંતુ નિવૃતિ એટલે મનગમતી પ્રવૃતિ… એ વ્યાખ્યા તેમને ગળે ઉતરતી હોતી નથી. શર્માજી અને યુવાન કમાતાં ધમાતાં પુત્ર વચ્ચે આ મુે ટકરામણ ચાલતી રહે છે. આજ સ્થિતિમાં મિત્ર ચઢૃા શર્માજીને મહિલાઓની એક પાર્ટીમાં રસોઈ બનાવી દેવાની દોસ્તીદાવે રિક્વેસ્ટ કરે છે અને પછી…
શર્માજી નમકીન તમને અમિતાભ બચ્ચનની બાગબાન ફિલ્મની યાદ અપાવશે જ, એ જાણતાં ફિલ્મ મેકરે તેથી જ ફિલ્મમાં એક ડાયલોગ (હિતેષ ભાટીયા – સુપ્રતિક સેન)મૂક્યો છે : આજ તું ભી બાગબાન કા અમિતાભ બચ્ચન બન જા આપણે એ ફિલ્મના અજૂબાપણાંની વાત કરીએ. ૠષિ કપૂરે શર્માજી નમકીન ફિલ્મના (કદાચ, બે શેડયુલ) પૂરાં ર્ક્યા ત્યાં તેમની તબિયત બગડી અને કેન્સરની સારવાર માટે તેઓ વિદેશ ચાલ્યા ગયા.
પરેશ રાવલ હવે શર્માજી નમકીનમાં કામ કરશે એવું એલાન થયું ત્યારે તમામને એવી છાપ હશે કે અમુક પેચવર્ક કે શ્યો બાકી હશે એ પરેશ રાવલને લઈને શૂટ કરવામાં આવશે પણ…. ફિલ્મ મેકરની ષ્ટિએ શર્માજી નમકીન જૂઓ તો સમજાય જાય છે કે ફિલ્મના સાઈઠ ટકા શ્યોમાં પરેશ રાવલે અભિનય ર્ક્યો છે. મતલબ કે ૠષિ કપૂર સાથે લગભગ ચાલીસ ટકા જેટલી ફિલ્મ શૂટ થઈ હતી ફિલ્મની શરૂઆત જ શર્માજી બનતાં પરેશ રાવલ સાથે થાય છે અને કલાઈમેક્સમાં પણ પરેશ રાવલ જ છે. અરે, ઘરેથી નીકળે ૠષિ કપૂર અને પહોંચે પરેશ રાવલ… એવા શ્યો પણ ફિલ્મમાં છે અન પોતાના નાગિનડાન્સની વાયરલ થયેલી વિડિયો કલિપ ૠષિ કપૂર આઘાતગ્રસ્ત થઈને જૂએ ત્યારે એ નાગિન ડાન્સ (ટીવી પર) પરેશ રાવલ કરતાં હોય છે…
- Advertisement -
બેશક, આ અનુભવ નવો છે પણ લાજવાબ અને યાદગાર છે. આપણને અગાઉથી ખબર જ છે કે બે કલાકારોએ જ એક પાત્ર ભજવ્યું છે, એટલે કુતૂહલ સતત એ પ્રયોગ જોતાં રહેવા માટે ઉશ્કેરે છે. ફિલ્મમાં જૂહી ચાવલા, પરમીત સેઠી, સતીષ કૌશિક જેવા કલાકારો છે પરંતુ તમારું ફોક્સ ચિન્ટુજી અને પરેશ રાવલ પર જ રહે છે. પ્રાઈમ વિડિયો પર ફિલ્મ છે જ, એટલે જોવાનું ચૂકશો નહીં પણ છેલ્લે, એટલું કહેવાનું કે ચિન્ટુજીમાં જે માસુમિયત, ભોળપણ અને ક્યૂટનેશ છે, તેનો ઝૂરાપો પરેશ રાવલમાં સતત સાલે છે.
ફિલ્મ હી ફિલ્મ : એકમાત્ર અનોખી ફિલ્મ
ૠષિ કપૂરના અવસાનથી અધૂરી રહી ગયેલી શર્માજી નમકીન પરેશ રાવલ સાથે પૂરી થઈ અને રિલીઝ પણ થઈ. જો કે અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારની શૂ બાઈટ (દિગ્દર્શક : સુજીત સરકાર) અને ગુલઝારસાહેબની લિબાસ ફિલ્મ બન્યાં પછી પણ સિલ્વર સ્ક્રીન જોઈ શકી નથી. બેચાર રિલ બનેલી અથવા અડધી બનેલી તો સેંકડો હિન્દી ફિલ્મો તો કાયમ માટે ડબ્બામાં બંધ થઈને પડી છે. દાખલા તરીકે, 1970 માં અમિતાભ-રેખા સાથે બનવાની હતી એ ખુદા ગવાહ… અમિતાભ-રેખા પર એ ફિલ્મનું ગીત પણ શૂટ થયેલું. કે. આસિફે જ્યુબિલી સ્ટાર રાજેન્ કુમારને લઈને સસ્તા ખૂન, મહંગા પાનીનું શૂટીંગ પણ ર્ક્યું હતું, જે ડબ્બામાં જ પડી રહી…
આવી ફિલ્મોના ટૂકડાં લઈને નિર્દેશક હિરેન નાગે (માધુરી દીક્ષ્ાિતની પ્રથમ ફિલ્મ અબોધ, સુનયના, અખિયોં કે ઝરોસોં સે, ગીત ગાતા ચલ) ફિલ્મ હી ફિલ્મ નામની પ્રયોગાત્મક ફિલ્મ બનાવી હતી. અભિનેતા પ્રાણે તેમાં ફિલ્મ નિર્માતાનો રોલ કરેલો. બાર જેટલી અધૂરી રહી ગયેલી ફિલ્મના શૂટ થયેલાં શ્યો વાપરવાનો અનોખો પ્રયોગ કરવામાં આવેલો, જેમાં રાજ કપૂર, અમિતાભ, રાજેન્ કુમાર, રેખા, મનોજ કુમાર, મહેમુદ, દિલીપકુમાર, ગુરૂદત જેવા દિગ્ગજોના (અધૂરી ફિલ્મના) શ્યો તમને પડદે જોવા મળે છે…
ફિલ્મ હી ફિલ્મ કોઈ મહાન કે સફળ ફિલ્મ નહોતી પણ તેમાં જે રીતે ડબ્બાબંધ મોટા સ્ટારની ફિલ્મોના ફૂટેજ વાપરવામાં આવ્યા, એ અપનેઆપમાં અનોખો (અને એકમાત્ર) પ્રયોગ હતો. આવા (ક્યારેય જોવા ન મળે એવા) રેર ફૂટેજ જોવા હોય તો ફિલ્મ હી ફિલ્મ યુ ટયૂબ પર અવેલેબલ છે.