મુસ્લિમ સમાજને સ્પર્શતો વધુ એક મહત્વપૂર્ણ ચૂકાદો
તામિલનાડુના કેસમાં પત્નીની સહમતી વગર ત્રણ વખત તલાક બોલી લગ્ન જીવન તોડનાર પતિને કાનુની લપડાક: અદાલત જ છુટાછેડા મંજુર કરી શકે છે ઘરેલું હિંસાનો કાનૂન મુસ્લિમ સમુદાયને પણ લાગું પડે છે: પિડીત પત્નીને રૂા.25 લાખનું વળતર અને દર મહિને રૂા.25000નું ભરણપોષણ ચુકવવા આદેશ
- Advertisement -
મુસ્લીમ સમુદાયમાં તલાક અંગે એક મહત્વ ચૂકાદા- મદ્રાસ હાઈકોર્ટે 2010માં ત્રણ વખત તલાક બોલી અપાયેલા છુટાછેડાને અમાન્ય ગણાવાતા જણાવ્યુ હતું કે શરીયત કાઉન્સીલ એ એક ખાનગી સંગઠન છે તેને તલાકને મંજુરી આપવાનો કોઈ અધિકાર નથી. આ માટે સંબંધીત લોકોએ અદાલતમાં આવવું જરૂરી છે. કાનૂની રીતેજ આ પ્રકારના છુટાછેડા માટે મંજુરી મળશે. હાઈકોર્ટે શરીયત કાઉન્સીલ દ્વારા 2017માં પતિને તલાક મંજુર થયાનું જે સર્ટીફીકેટ આપ્યું હતું તે પણ ગેરકાનુની ગણાવી તેને રદ કર્યુ હતું.
મદ્રાસ હાઈકોર્ટના ધારાશાસ્ત્રી જી.આર.સ્વામીનાથને આ પ્રકારના તલાક સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બદલ શરીયત કાઉન્સીલની આકરી ટીકા કરતા જણાવ્યું કે કાઉન્સીલે પતિની ત્રણ તલાક માટેની માંગણી સ્વીકારી હતી પણ પત્ની પર તે સહકાર આપતી નહી હોવાનો આરોપ મુકયો હતો. ન્યાયમૂર્તિએ જણાવ્યું કે કેન્દ્રીય કાનુનો મુજબ માન્ય કરાયેલી અદાલતો જ છુટાછેડા અંગે ચુકાદા આપી શકે છે અને આ બાદ પતિની રીવીઝન અરજી પણ ફગાવતા કહ્યું કે જયાં સુધી તમારા છુટાછેડાને અદાલતી મંજુરી મળે નહી ત્યાં સુધી તમારુ લગ્નજીવન યથાવત રહે છે. 2018માં પત્નીએ ઘરેલુ હિંસા વિરોધી ધારા હેઠળ કેસ કર્યો હતો.
તેણે ત્રણ તલાક માન્ય રહ્યા નથી તેથી લગ્નજીવન યથાવત હોવાનું જણાવ્યું હતું. 2021માં ટ્રાયલ કોર્ટે પત્નીની અરજી માન્ય રાખી ઘરેલુ હિંસામાં વળતર પેટે રૂા.5 લાખ ચુકવવા અને ભરણપોષણમાં મહીને રૂા.25000 આપવા આદેશ આપ્યો હતો. પતિએ તેની સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. સુનાવણી સમયે ન્યાયમૂર્તિએ એ દાવો નકાર્યો હતો કે તેણે યોગ્ય રીતે તલાક-તલાક-તલાક બોલીને છુટાછેડા આપ્યા હતા. જોકે અદાલતે કહ્યું કે જો પત્નીને વાંધો હોય તો પછી લગ્ન તલાક મળતા નથી. આ માટે પતિએ અદાલતમાં જઈને છુટાછેડા મેળવવા જોઈએ. છુટાછેડા એ ફકત પતિની મુન્સફી પર છોડી શકાય નહી. તે ખુદ જ પોતાના માટે ન્યાયમૂર્તિ બની શકે નહી કારણ કે તે પત્ની માટે અત્યંત માનસીક આઘાત-પીડા અને અન્ય સમસ્યા લાવે છે અને હિન્દુ-ખ્રિસ્તી-પારસી અને યહુદીએ જો પતિ પ્રથમ લગ્નની હયાતીમાં બીજા લગ્ન કરે તે પત્ની પર અત્યાચાર અને વ્યભીચાર પણ બને છે.
- Advertisement -
આ કેસમાં શરીયતનું સર્ટીફીકેટ માન્ય રહે નહી. શરીયતને આવા કોઈ સર્ટી આપવાનો અધિકાર નથી અને ઘરેલુ હિંસાનો કાનૂન મુસ્લીમો પર પણ લાગુ થાય છે.