બાલભવન, રેસકોર્ષ ખાતે જાજરમાન આયોજન: રવિવારે રાજપૂત સમાજના સમૂહલગ્ન મહોત્સવ
ખાસ-ખબર સંવાદદાતા
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને અખિલ ગુજરાત મહિલા સંઘ રાજકોટ દ્વારા બાલભવન રાજકોટ ખાતે શરદોત્સવ 2023નું જાજરમાન આયોજન તા. 25/10/2023ને બુધવારના રોજ સાંજે 6 થી 10 કલાકે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની મુખ્ય આયોજન કમિટીના પી.ટી.જાડેજા ચેરમેન હડમતીયા(જં), કિશોરસિંહ જેઠવા-ક્ધવીનર પાંડાવદર, હિતેન્દ્રસિંહ ઝાલા-ક્ધવીનર કોઠારીયા, કિશોરસિંહ જાડેજા સહ-ક્ધવીનર મોટાભેલા, પથુભા જાડેજા સહ-ક્ધવીનર ખોખરી તથા રાજકોટ જિલ્લા અને શહેરની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
રાજપૂત સમાજની માતૃશક્તિ માટે જ રાજપૂત સમાજના સંસ્કાર અને સંસ્કૃતિને અનુરૂપ વાતાવરણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખ્યાતનામ ઓરકેસ્ટ્રા મ્યુઝીકલ લવર્સ મુંબઇના સાનિધ્યમાં એલઇડી સ્ક્રીન લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ફુલ લાઇટીંગ, લાઇન એરે સાઉન્ડ સીસ્ટમથી સજાવવામાં આવી છે. જેમાં પધારવા માટે તમામ રાજપૂત પરિવારોને પધારવા હાર્દિક નિમંત્રણ છે.
આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર હરિશ્ર્ચચંદ્ર સિંહ, જયેન્દ્રસિંહ જાડેજા(હસુભા) ઘંટેશ્વરનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત રાજભા સતુભા જાડેજા(વાગુદડ મોટા), પૂર્વ પ્રમુખ ધ્રોલ તાલુકા ભાજપ દ્વારા કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.
મયુરસિંહ સતુભા જાડેજા વાગુદડ (મોટા)-પ્રમુખ મેડીકલ એસોસિએશન(સૌરાષ્ટ્ર-કચ્છ) તરફથી ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વ. રાજેન્દ્રસિંહ જશુભા જેઠવા પાંડાવદર તરફથી શિલ્ડની વ્યવસ્થા તેમજ નરવિરસિંહ ઝાલા તરફથી વિજેતા દિકરીબાઓને આકર્ષક ગીફ્ટ આપવામાં આવશે. અખિલ ગુજરાત યુવા સંઘ તરફથી પણ આકર્ષક ગીફ્ટ આપવામાં આવશે.