ખાસ-ખબર સંવાદદાતા
અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી લિમીટેડ (અૠઊક)ના સંયુક્ત ઉપક્રમે ખાવડામાં શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટરના વરદહસ્તે શૈક્ષણિક પ્રોજેક્ટ અને મહિલા આરોગ્ય જાગૃતિ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો. તંત્રના ઉચ્ચાધિકારીઓ સહિત સ્થાનિક મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ તેમજ આશાવર્કર્સે પણ ઉપસ્થિત રહી તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અદાણી ફાઉન્ડેશન મુંદ્રાની આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં
સક્રિય છે.
ખાવડા પંથકની 8 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય તે માટે પ્રોજેકટ ઉત્થાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાવડા, દિનારા, કુરન, તુગા, ખારી તથા જામ કુનરિયાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાને તેમાં આવરી લેવામાં આવી છે. ઉત્થાનનો પ્રારંભ કરાવતા કલેક્ટર અમિત અરોરા, પ્રાંત અધિકારી, અદાણીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ વર્મા, એગ્રોસેલના એમ.ડી. ચૈતન્યભાઈ શ્રોફ, ખાવડાના પી.એસ.આઈ. તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાવડા ક્ધયાશાળા ખાતે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ વિભાગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો.
કલેક્ટરે જણાવ્યું હતું કે મુંદ્રા અને માંડવી વિસ્તારની 71 શાળાઓમાં કાર્યાન્વિત ઉત્થાન પ્રોજેક્ટના પ્રેરણાદાયી પરિણામોને જોતા આ પહેલ ખાવડાના સામાજિક અને શૈક્ષણિક સ્તરમાં બદલાવ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જનારી છે.
આ વિસ્તારમાંથી ભવિષ્યમાં શિક્ષકો, ડોક્ટરો અને ઈજનેરો ઉભા થાય તે માટે ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર કાર્યો કરવાની જવાબદારી આપણા સૌની છે.