ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્ર્વ જીનસાશન સ્થાપના દિવસ પર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર જિજ્ઞાબેન શેઠ દ્વારા શેરી મહોલ્લા સોસાયટી વિસ્તરમા અબોલ જીવોની તૃષા છીપાવવા પાણીના હવાડાની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ દાખવ્યું હતું
- Advertisement -
જીન સાશન સ્થાપના દિવસે ભગવાન મહાવીર સ્વામીએ જૈન સમાજની સ્થાપના કરી હતી. સમસ્ત સંસારના કલ્યાણ માટે મહાન તીર્થંકરનો આ માર્ગ આજે સર્વત્ર આવકાર પામી રહ્યો છે ત્યારે વિશ્વ સાશન સ્થાપના દિવસની ઉજવણી અમોએ ભગવાન મહાવીરના ચિંધ્યા માર્ગે સેવાના કાર્ય કરી ઉજવણી કરી હતી. પાટણ જિલ્લાના શંખેશ્ર્વર ખાતે, પુષ્કળ ગરમીને કારણે રિબાઈ રહેલ પશુઓ માટે, અમારી સંસ્થા વતી પાણીની ચાટ આપવામાં આવી હતી. અબોલ જીવની કાળજી રાખવાનો એક નાનકડો પ્રયાસ તેમજ અન્ય લોકોને પ્રેરણા મળે એ હેતુસર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જિજ્ઞાબેન શેઠ તેમની ટિમ વઢિયાર પંથકમાં અનેક સેવાનાં કાર્યો કરી લોકોના દિલમાં વસી રહ્યું છે