જી.ડી. અજમેરા એજન્સીનાં પીડિત કર્મચારીઓને ન્યાયની જગ્યાએ મળી સજા
ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની ‘મિલ-બાંટ કે ખાયેંગે’ની નીતિ ભાગ-9
નોકરીમાંથી ધમકાવીને કાઢી મૂકાયેલી મહિલા કર્મચારીઓની ઑડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો
https://www.youtube.com/watch?v=9igFdcW1sUA
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં શાસકોએ શરમ કરવા જેવી અને વિપક્ષે ડૂબી મરવા જેવી ઘટના ઘટી છે. આરએમસીમાં મેનપાવર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ધરાવતી જી.ડી. અજમેરા એજન્સીએ કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને પગાર ન આપતા, પીએફ, જીએસટી અને સીજીએસટી સહિતની રકમ ખાઈ જતા જ્યારે કર્મચારીઓએ અજમેરા વિરુદ્ધ અવાજ ઉઠાવી શાસકો તથા વિપક્ષનું ધ્યાન દોર્યું છે ત્યારે જી.ડી. અજમેરા એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ કેટલાંક ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ અજમેરા એજન્સીને છાવરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર અજમેરા એજન્સી ચૂકવતી નથી તેને પગાર ચૂકવવાનો આદેશ કરવાની જગ્યાએ નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા બાદ પણ શાસકો કે વિપક્ષનું પેટનું પાણી હલ્યું નથી.
- Advertisement -
અજમેરા એજન્સી વિરુદ્ધ અવાજ ઉઠાવનાર મહિલા કર્મચારીનો બાકી પગાર કરવાની જગ્યાએ નોકરીમાંથી કાઢી મૂકાઈ.
RMCનાં ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓની જી.ડી. અજમેરા એજન્સીનાં કૌભાંડોમાં સાંઠગાંઠ
શું છે સમગ્ર મામલો ?
‘ખાસ-ખબર’ તબક્કાવાર જી.ડી. અજમેરા એજન્સીના બાપ-દીકરા ગૌરવ-ધિરેન તથા આરએમસી મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયાએ કરેલા કરોડો રૂપિયાના કૌભાંડોનો પર્દાફાશ કરી રહ્યું છે જે અંતર્ગત ગત શનિવારના રોજ જી.ડી. અજમેરા એજન્સીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી એક મહિલાની ઓડિયો ક્લિપ દ્વારા ગૌરવ ધિરેન અજમેરા ક્યાં પ્રકારે કોન્ટ્રાક્ટ પર રાખેલા મહિલા કર્મીઓનો પગાર અને પી.એફ સહિતની રકમ ખાય જાય છે તેનો પુરાવો આપ્યો હતો. જે ઓડિયો ક્લિપમાં ગૌરવ અજમેરા કોન્ટ્રાક્ટ પર રાખતા કર્મચારીઓને ક્યાં પ્રકારે હેરાન-પરેશાન કરે છે તેની વાત છે. ગૌરવ અજમેરાના કૌભાંડો અંગે પુરાવાઓ આપતી આ મહિલા કર્મચારીને અજમેરા એજન્સીએ નોકરીમાંથી કાઢી મૂકી છે. અજમેરા એજન્સીમાંથી રવિ નામના એક વ્યક્તિએ અન્ય એક મહિલા કર્મચારી દ્વારા અજમેરા એજન્સી વિરુદ્ધ અવાજ ઉઠાવનાર મહિલા કર્મીઓને હવેથી નોકરી પર ન આવવા જણાવ્યું છે.
- Advertisement -
જી. ડી. અજમેરા મેનપાવર સપ્લાય એજન્સી દ્વારા આરએમસીમાં કરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડોમાં કોર્પોરેશનનાં ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓની પણ સાંઠગાંઠ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ-ખબરમાં પ્રકાશિત થઈ રહેલા અજમેરા એજન્સીના વિવિધ કૌભાંડો બાદ પણ કોર્પોરેશનનાં કેટલાંક ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ હજુ સુધી મૌન સેવી બેઠા છે અને અજમેરા એજન્સીની બચાવ કરી રહ્યા છે આ અંગે ખાસ-ખબર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે, કોર્પોરેશન સાથે સંકળાયેલા કેટલાંક ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓની પણ મિલીભગત અજમેરા એજન્સી સાથે છે તેથી જ અજમેરા એજન્સીના ગૌરવ અજમેરા ધિરેન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયાના કાળા કારનામાઓ જગજાહેર થયા બાદ કડક કાર્યવાહી કરવાની જગ્યાએ અધિકારીઓ-પદાધિકારીઓ હવે આ મામલો વધુ ન બગડે તે માટે પોતપોતાના બચાવમાં લાગી ગયા છે. સમગ્ર મામલો રફેદફે થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે પરંતુ સત્તા પક્ષના પદાધિકારીઓથી લઈ આઈએએસ કક્ષાના અધિકારીઓ ક્યાં પ્રકારે જી.ડી. અજેમરા એજન્સીના કરોડો રૂપિયાના કૌભાંડોમાં સંડોવાયેલા છે એ હવે પુરાવા સાથે ટૂંકસમયમાં જાહેર થશે તેમજ જી.ડી. અજમેરા એજન્સીનાં કરોડો કૌભાંડો સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ-પદાધિકારીઓની પણ આ અંગે પોલ ખોલવામાં આવશે.
નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલા કર્મચારીઓ કમિશનર અને મેયરને ફરિયાદ કરશે, શું કમિશનર-મેયર પગલાં લેવાની હિંમત દાખવશે?
જી.ડી. અજમેરા એજન્સીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલા કર્મચારીઓએ ગૌરવ ધિરેન અજેમરા અને આરએમસીના વિપુલ ઘોણીયાની પોલ ખોલ્યા બાદ બે મહિલા કર્મચારીઓને નોકરીમાંથી ધાક-ધમકી આપી કાઢી મૂકવામાં આવી છે. હવે આ મહિલા કર્મચારીઓ અજમેરા એજન્સી વિરુદ્ધ આરએમસી કમિશનર તેમજ મેયરને ફરિયાદ કરશે ત્યારે હવે એ જોવું રહ્યું કે કમિશનર-મેયર જી.ડી અજમેરા એજન્સી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપુલ ઘોણીયા વિરુદ્ધ કોઈ પગલાં લેવાની હિંમત દાખવશે કે પછી આંખ આડા કાન અને મો આડા હાથ દઈ બેઠા રહેશે.
રાજકોટ મહાનગરપાલિકામાં મેન પાવર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સીના ગૌરવ ધિરેન અજમેરા અને આરએમસી મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયાના વિવિધ કૌભાંડોનો પુરાવો આપતી ઓડિયો ક્લિપ ખાસ-ખબર દ્વારા ગત શનિવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ખાસ-ખબરમાં જે ઓડિયો ક્લિપ રજૂ કરાઈ છે તેમાં જી.ડી. અજમેરા એજન્સીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલા કર્મચારી પોતાને થઈ રહેલા અન્યાય અને કૌભાંડ વિશે જણાવી રહી છે. મહિલા કોન્ટ્રાક્ટ કર્મચારીએ અજમેરા એજન્સી વિરુદ્ધ ઉઠાવેલા અવાજને કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. આ સમગ્ર બનાવ બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ જી.ડી. અજમેરા એજન્સીના કાળા કારનામાઓમાં સાથી હોવાનું પુરવાર થાય છે.