કિંગ ખાને ટેક્સ મામલે કોહલી – સલમાન – અક્ષય વગેરેને પાછળ રાખી દીધા
બીજા ક્રમે વિજય થલપતિ, જેણે 80 કરોડ તો સલમાને
75 કરોડ ભર્યાં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
વર્ષ 2024માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલેબ્સની યાદી બહાર આવી છે. આ લિસ્ટમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનું નામ ટોપ પર છે. થલાપતિ વિજય બીજા નંબરે છે. ક્રિકેટર વિરાટ કોહલીનું નામ પણ ટોપ 10ની યાદીમાં છે. આવો તમને જણાવીએ કે આ સેલેબ્સે નાણાકીય વર્ષ 2024માં કેટલો ટેક્સ ચૂકવ્યો છે.
ફોર્ચ્યુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને નાણાકીય વર્ષ 2024માં 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. શાહરૂખ બાદ આ લિસ્ટમાં સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયનું નામ છે. તમિલ સુપરસ્ટારે 80 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. જ્યારે આ યાદીમાં ત્રીજા નંબર પર સલમાન ખાન છે અને તેણે 75 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
- Advertisement -
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હેડલાઇન્સમાં છે. ‘કલ્કી 2898 એડી’માં તેમનું કામ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, અમિતાભે નાણાકીય વર્ષ 2024માં 71 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જ્યારે ક્રિકેટર વિરાટ કોહલી 66 કરોડ રૂપિયાનો ટેક્સ ભરીને આ યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
રિતિક રોશનનું નામ પણ ટોપ 10માં છે. ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં માત્ર વિરાટ કોહલી, એમએસ ધોની (રૂ. 38 કરોડ) અને સચિન તેંડુલકર (રૂ. 28 કરોડ) જ આ યાદીમાં ટોપ 10માં પોતાની જગ્યા બનાવી શકયા છે. અન્ય રમતના ખેલાડીઓના નામ ટોપ 20માં છે. ‘ફાઇટર’અભિનેતા રિતિક રોશન 28 કરોડનો ટેક્સ ચૂકવીને આ યાદીમાં 10માં સ્થાને છે.