ક્ષ વિવિધ ગામોમાં સફાઈને પ્રાધાન્ય આપી લોકોને સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી સાથે જોડવામાં આવી રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્ર વ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
‘સ્વચ્છતા હી સેવા’ 2023 ની ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ ની થીમ સાથે ગામડાઓ કચરા મુક્ત બની રહે તે માટે વિવિધ ગામોમાં સફાઈને પ્રાધાન્ય આપી લોકોને આ ઉજવણી સાથે જોડવામાં આવી રહ્યા છે.
આ રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમના ભાગરૂપે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મહેન્દ્રપૂર, મોરબી તાલુકાના આંદરણા, હળવદ તાલુકાના દિઘળીયા, માળિયા તાલુકાના રાસંગપર, વાંકાનેર તાલુકાના પંચાસર તેમજ જેપુર સહિતના ગામડાઓમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે એસ.બી.એમ.જી. યોજના હેઠળ શેગ્રીગેશન શેડ તથા કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા કક્ષાના એચ.આર.ડી. ક્ધસલટન્ટ નરસંગ છૈયા, સ્વચ્છ ભારત મિશન ક્ધસલટન્ટ ચેતનસિંહ પરમાર, જિલ્લા કોર્ડિનેટર ભાવેશભાઈ વાઢેર અને તાલુકા કક્ષાના કર્મચારીઓ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમોમાં ગામના સરપંચો, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગામના લોકો સહભાગી બન્યા હતા.