ચાર મહિના સુધી કોઈ સગળ નહિ મળતા અંતે એ ડિવિઝન પોલીસમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોની બજાર ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરી ઓર્નામેન્ટ નામની સોનાના જવેલર્સ નામની દુકાન ધરાવી સોનાના ઘરેણાનો વેપાર કરતા તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયા ઉ.63 નામના વૃદ્ધ સોની વેપારીએ પશ્ચિમ બંગાળના શફીકુલ શેખ સામે 1,01,09,855 રૂપિયાના 1349.330 ગ્રામ સોનાની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.27/05/2025ના રોજ સવારે જાહિદ મલીક ઉર્ફે રાજ નામનો કારીગર મારે ત્યાં આઠ-નવ મહીનાથી કામ કરે છે અને તેમનો જાણીતો સફિકુલ શેખને કામે રહેવુ હોય જેથી તેનુ આધાર કાર્ડ માંગ્યું હતુ ત્યારે આ સફિકુલ શેખએ કાલે આધાર કાર્ડ આપવાનુ જણાવ્યું હતું અને ત્યાર બાદ આ સફિકુલ આ મારા જુના કારીગર રાજ સાથે કામ કરવા લાગ્યો હતો અને બીજા દિવસે મને મારા ફોનમા મારા જુના કારીગર રાજનો ફોન આવેલ અને મને જણાવેલ કે અમો રાત્રીના આશરે બે વાગ્યા સુધી કામ કરતા હતા બાદ દુકાન બંધ કરી દુકાનને તાળુ મારી અમો બધા રામનાથપરામા રહેતા હોય ત્યા જતા રહેલ હતા અને ગઇકાલ તા-27/05ના રોજ સવારે મારી સાથે કામ કરવા આવેલ કારીગર સફીકુલ શેખ રહેણાંક મકાનેથી રાત્રીના સમયે કોઇને કહ્યા વગર ચાવી લઇ અને આપણા કામ કરવાના સ્થળે જઇ અને તમોએ અમોને કામ કરવા માટે આપેલ સોનુ 1349.330 ગ્રામ 18 કેરેટ વાળુ સોનુ જે ટેબલના ખાનામા રાખેલ હતુ જે મે અહિ આવી અને જોયેલ તો જોવા મળેલ નહિ અને તે સોનુ આ સફિકુલ શેખ ચોરી કરી લઇને જતો રહેલ છે જેથી તમો અહી આવો તેમ વાત કરતા અમો બધા ત્યા ગયેલ અને જોયુ તો દુકાનનો લોક ખુલ્લો હતો તેમજ દુકાનમા રહેલ અલગ અલગ ટેબલના ખાના ખુલ્લા હતા તેમજ ટેબલના લોક ખુલ્લા હતા જેથી તપાસ કરી હતી.
પરંતુ શફીકુલ મળી આવ્યો ન હતો બાદ આ રાજે અમોને જણાવેલ કે આ સફીકુલ અમારા વતનનો હોય જેથી તેને અમારા સગા સબંધી દ્રારા શોધી થોડા સમયમા તમારૂ સોનુ પરત અપાવી દઇશુ તેમ વાત કરી હતી જેથી ફરીયાદ કરી ન હતી અવાર નવાર જાહીદને પુછતા થોડા દીવસમા આ સફીકુલનો સંપર્ક થઇ જશે તેમ વાત કરતો હતો અને ઘણો સમય થવા છતા આ સફિકુલનો કોઇ સંપર્ક થયેલ ન હોય જેથી શફીકુલ શેખ સામે 1,01,09,855 રૂપિયાના સોનાની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પીઆઇ બી વી બોરીસાગર સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



