ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત સેવક સમાજ, નહેરૂ ઉદ્યાન, રેસકોર્સ બાલભવન પાસે બહેનો માટે સિવણ વર્ગો, મોતીકામ તથા ભરત ગુંથણના વર્ગો સોમથી શનિ સાંજે 4-00થી 6-00 ચલાવવામાં આવે છે. રસિલાબેન પઢિયાર બહેનોને તાલીમ આપશે. આ માટે માસિક શુલ્ક રૂા. 500 રાખવામાં આવેલી છે. રસ ધરાવતી બહેનોને સિવણ, મોતીકામ, ભરતગુંથણના વર્ગોનો લાભ લેવા ભારત સેવક સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.
ભારત સેવક સમાજ ખાતે બહેનો માટે સિવણના વર્ગો



