રાજ્ય સરકારના બજેટમાં સોરઠ વાસીઓ આનંદો
સોમનાથ વિકાસ, કેશોદ એરપોર્ટ નવીની કરણ: પ્રવાસન ક્ષેત્ર ગીર અભ્યારણનો વિકાસ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023 – 24નું બજેટ આજે વિધાનસભા ગૃહ માં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજુ કર્યું હતું જેમાં ગુજરાત નો સર્વાંગી વિકાસ થાય તેમાટે અનેક યોજના સાથે શિક્ષણ ,ખેતી , ઉદ્યોગ સહીત પ્રવાસન નો વિકાસ સાથે ધાર્મિક સ્થાનો સાથે એરપોર્ટ ના નવીની કરણનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સોરઠ જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિકાસ કાર્યોને વધુ વેગ આપવા બજેટમાં જોગવાય થતા સોરઠ વાસીઓ આનંદ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લો ધાર્મિક સ્થાનો સાથે સાથે પર્યટન સ્થળો તરીકે ઉભરી આવ્યો છે જેમાં ગિરનાર રોપ- વે બન્યા બાદ પ્રવાસીઓમાં વધારો થયો છે જેને ધ્યાને લઈને વર્ષ 2023-24 ના બજેટ માં ધાર્મિક પ્રવાસન માટે 10 હજાર કરોડ ની જોગવાય કરવામાં આવીછે તેની સાથે પ્રવાસન વિકાસ કાર્યો માટે 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનું નવીની કરણ કરવામાં આવશે જેના લીધે અન્ય રાજ્ય માંથી આવતા પ્રવાસીઓને ટ્રાવેલિંગનો વધુ એક લાભ મળશે તેની સાથે ગીર અભ્યારણમાં વસતા એશિયાટિક સિંહોને જોવા પ્રવાસીઓ ખુબ મોટી સંખ્યામાં આવેછે જેના લીધે પ્રવસીઓની સંખ્યાને ધ્યાને લઈને ગીર અભ્યારણ નો વિકાસ કરવામાં આવશે તેમ નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું હતું.
ગીર સોમનાથમાં માહદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માહદેવનું મંદિર આવેલું છે અને સોમનાથ મંદિર માં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવેછે જેને ધ્યાને લઈને બજેટમાં સોમનાથનો વિકાસ કરવામાં આવશે જેના લીધે દેશ વિદેશથી આવતા ભાવિકો અને પ્રવાસીઓને વધુ સુવિધા મળે આમ નાણામંત્રીના વર્ષ 2023-24 ના બજેટમાં સોરઠના મુખ્ય બે જિલ્લાને ધાર્મિક અને પ્રવાસન સ્થળ વિકાસ થશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
- Advertisement -
જૂનાગઢ અને ગિર-સોમનાથ ધાર્મિક અને પ્રવાસન હબ
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો ધાર્મિકતાની સાથે પર્યટન સ્થળ તરીકે છેલ્લા ઘણા વર્ષોમાં ઉભરી આવ્યું છે અને દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ધાર્મિક્તાની દ્રષ્ટિએ તો ખુબ નામ છે તેની સાથે હરવા ફરવાના અનેક સ્થળો આવેલા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24ના બજેટ નાણાકીય જોગવાય કરીને બંને જિલ્લા ને આગામી દિવસોમાં ખુબ મોટો ફાયદો થશે.