મોરબી જિલ્લામાં સુરક્ષા વધારવા માટે CCTV અને સિક્યુરિટી ગાર્ડ રાખવા ફરજીયાત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
મોરબી જિલ્લાના સેન્સેટીવ સ્થળો પર સુરક્ષા વધારવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ મુજબ, જિલ્લાની તમામ બેંકો, એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદી અને ડાયમંડના શોરૂમ, શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ, પેટ્રોલ પંપો, હોટલો, રેસ્ટોરન્ટો, સિનેમાહોલ, સાયબર કેફે અને પેટ્રોલિયમ ડેપો જેવા સ્થળોએ સિક્યુરિટી મેનની ફરજ ફરજીયાત રહેશે. સાથે સાથે 24ડ્ઢ7 કાર્યરત સીસીટીવી કેમેરા પણ લગાવવા પડશે.
કેમેરા હાઈ-ડેફિનેશન નાઈટ વિઝન હોવા જોઈએ અને તેમની વ્યવસ્થા એવી રીતે કરવી કે પ્રવેશદ્વાર, લોબી, પાર્કિંગ, બેઝમેન્ટ અને બહાર જતી પ્રવૃત્તિઓ સ્પષ્ટ રેકોર્ડ થાય. રેકોર્ડિંગ ઓછામાં ઓછું 30 દિવસ સુધી જાળવવાનું રહેશે. પેટ્રોલ પંપો અને હોટલો પાસે વાહન નંબર અને વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ દેખાય તે માટે પીટીએઝેડ કેમેરા પણ લગાવવાની ફરજ રહેશે.
- Advertisement -
આ વ્યવસ્થાઓ 5 ઓગસ્ટ 2025 સુધીમાં અમલમાં લાવવી ફરજિયાત છે અને 31 ઓગસ્ટ 2025 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. નવું કાર્ય શરૂ કરતા યુનિટોએ પહેલેથી આ તમામ સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરેલી હોવી જોઈએ.
સરકારી કચેરીઓને આ જાહેરનામું લાગુ પડતું નથી. હુકમનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે. તેમજ કોઈ ગંભીર ઘટના સર્જાય ત્યારે ઈઈઝટ ફૂટેજ માત્ર પોલીસને જ આપવાનું રહેશે, બીજાને આપવું ગુનો ગણાશે.
ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અને સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ
મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હાલમાં જુદા-જુદા સંવર્ગના સરકારી કર્મચારીશ્રીઓની વિવિધ માંગો, સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકારશ્રી વિરુદ્ધ જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે સમગ્ર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે.ખાચર, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તારીખ 31/07/2025 સુધી સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર, કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે.
- Advertisement -
મોરબીમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા માટે ટ્રાફિક નિયંત્રણ જાહેર
મોરબી શહેરમાં અષાઢી બીજ, તા. 27 જૂન 2025ના રોજ મચ્છુ માતાજીના મંદિર પાસેથી રથયાત્રા નીકળશે, જે સુપર ટોકીઝ, નગરદરવાજા, સોની બજાર, ગ્રીન ચોક, દરબારગઢ થઈ ફરી મંદિર સુધી જશે. શહેરના મુખ્ય માર્ગો પરથી યાત્રા પસાર થતી હોવાથી ટ્રાફિક અને કાયદો વ્યવસ્થાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચરે જાહેરનામું બહાર પાડ્યું છે. આમ, સવારે 7થી બપોરે 4 વાગ્યા સુધી મોરબી શહેરના કેટલાક માર્ગો પર વાહન પ્રવેશ તથા પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે. તેમજ આસ્વાદ પાન તરફ જતાં વિવિધ માર્ગો પર વહેલી સવારે 1 વાગ્યા સુધી અવરજવર બંધ રહેશે. વિકલ્પરૂપે વાવડી, લાતી પ્લોટ, વિજય ટોકીઝ, શનાળા રોડ, ગેંડા સર્કલ, નવલખી ફાટક વગેરે માર્ગો અપાયો છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમના બસો, ફાયર બ્રિગેડ, સ્કૂલ/કોલેજના વાહનો અને મંજૂરી ધરાવતા વાહનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. હુકમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે.



