શહેરના તમામ વોર્ડમાં રકતદાન કેમ્પનો આજથી પ્રારંભ.
શહેર યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિહ વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતાપૂર્વક અને સિધ્ધીભર્યા સાત વર્ષ પુર્ણ થયા છે તે અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ‘સેવા હી સંગઠન’ શીર્ષક હેઠળ શહેર યુવા ભાજપ ધ્વારા શહેરના તમામ વોર્ડમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વોર્ડ નં.૧ માં રંભામા ની વાડી, ગાંધીગ્રામ, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે, અને વોર્ડ નં.૮ માં ગંગા હોલ, અમીન માર્ગ પેટ્રોલપંપ પાસે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો., આ કેમ્પનો પ્રારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, બીનાબેન આચાર્યએ કરાવેલ હતો.આ તકે વોર્ડ નં.૧ માં નરેન્દ્રસિહ ઠાકુર, પુથ્વીસિહ વાળા, હીતેશ મારૂ, કાનાભાઈ ખાણધર, જયરાજસિહ જાડેજા, હિરેન ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશ મોરઝરીયા, લલીત વાડોલીયા, તેજશ ત્રિવેદી, પરેશ સખીયા, નાગજીભાઈ વરૂ, રામદેભાઈ આહીર, જયદીપસિહ જાડેજા, ગૌરવભાઈ મહેતા, ભાવીન ચોટલીયા, દીગેશ વાઘેલા તેમજ વોર્ડ નં.૮ માં નિતીન ભુત, મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, મનુભાઈ વઘાશીયા, અશ્વીન પાંભર, કાથડભાઈ ડાંગર, તેજશ જોષી, બીપીન બેરા, દર્શનાબેન પંડયા, પ્રીતીબેન દોશી, ડી.બી. ખીમસુરીયા, ખોડીદાસ રાઠોડ, કીરણબેન માકડીયા, પીનાબેન કોટક, અલ્કાબેન કામદાર, હર્ષીદાબેન પટેલ, નીલેશ ભટ્ટ,સમીર ખીરા, બદાણીસાહેબ સહીતના ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ નં. ૮ ના યુવા ભાજપના પુર્વેશ ભટ્ટ, જસ્મીન મકવાણા, ઋષભ દેશાઈ, અમીત રાજયગુરૂ, દેવકરણ જોગરાણા, જય શાહ, ધવલ માણેક, સની પટેલ, પંકીલ માણેક, વીવેક ભટ્ટ, પાર્થ જાવીયા, અશ્વીન રાખશીયા, કુલદીપસિહ જાડેજા, અમન ભટ્ટ, યશ માખેલા, મયુર પાંભર સહીતના એ જહેમત ઉઠાવી હતી. ઉપરોકત કાર્યક્રમની વ્યવસ્થા પૃથ્વીરાજસિહ વાળા, હિરેન રાવલ, કીશન ટીલવાના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.


