રૂા. 17,19,50,059/- રકમ ઓળવી જવા સમાન ઈરાદે ગુન્હાહિત કાવત્રુ રચ્યાના આરોપો લાગ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેસની હકીકત જોઈએ તો આરોપીઓને રાજકોટ માર્કેટીંગ યાર્ડ (બેડી) ખાતે જે. કે. ટ્રેડીંગ નામની પેઢી આવેલી હોય અને આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ફરિયાદી પેઢી પાસેથી બીલ મુજબ રૂા. 1,18,68,097/- જીરૂના માલના જથ્થાની ખરીદી કરી તેમજ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે પેઢીઓ ધરાવતા અલગ અલગ વેપારીઓ પાસેથી રૂા. 16,00,81,962/- જીરૂના માલના જથ્થાની ખરીદી કરી આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો પાસેથી કુલ રૂા. 17,19,50,059/ના જીરૂના માલના જથ્થાની ખરીદી કરી અલગ અલગ સ્થળોએ પોતાના ગ્રાહકોને વેચી ફરિયાદી તથા સાહેદોને રૂપિયા ચૂકવવાના બાકી હોય જે રૂપિયા ચૂકવવા ન પડે માટે આરોપીઓ પોતાના ફોન તથા પેઢી બંધ કરી નાસી જઈ ગુન્હાહિત વિશ્ર્વાસઘાત કર્યા સંબંધેની ફરિયાદ રાજકોટમાં પેડક રોડ ઉપર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી મનસુખ ખીમાભાઈ ડાકા દ્વારા જે. કે. ટ્રેડીંગના ભાગીદારો બિપીનભાઈ ઢોલરીયા તથા નિતેશભાઈ ઢોલરીયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી, જે કામે બંને આરોપીઓને અટક કરી જેલહવાલે કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત ગુન્હાના કામે અરજદારો બિપીનભાઈ પરસોતમભાઈ ઢોલરીયા, નિતેશભાઈ ધરમશીભાઈ ઢોલરીયાનાઓએ સેશન્સ અદાલતમાં એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી દાખલ કરી રજૂઆત કરેલી કે આરોપીઓએ એકપણ રૂપિયાની ગુન્હાહિત ઉચાપત કરેલ નથી. જીરૂ ઉંઝા મુકામે ત્યાં વેપારીને આપેલું છે તે જણાવ્યા બાદ રિમાન્ડના કામે તે મુદ્દામાલ તરીકે કબ્જે કરવાનું રિમાન્ડનું કારણ બતાવ્યા બાદ પણ તે મુદ્દામાલ જીરૂ કબજે કરવામાં આવેલ ન હોય, આરોપીઓના ઉંઝા મુકામેના વેપારીઓએ રૂપિયા અગિયાર કરોડ ફસાવી દેતા તે મૂડી રાજકોટ વેપારીઓને આપી શકાયેલ ન હોવાથી માત્ર વેપારી સાઈકલ બ્રેક થયેલ છે.
- Advertisement -
તમામ રજૂઆતો ધ્યાને લેતાં સંજય ચંદ્રા વી. સી.બી.આઈ.ના ચૂકાદામાં પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંત ધ્યાને લેતાં અરજદારોની તરફેણમાં જામીન મુક્ત કરવા માટે વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવો ન્યાયોચિત જણાતુ હોવાનું માની બંને અરજદાર-આરોપીઓને રેગ્યુલર જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે. ઉપરોક્ત કામના અરજદાર જે. કે. ટ્રેડીંગના ભાગીદારો બિપીન ઢોલરીયા તથા નિતેશ ઢોલરીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.