રક્તદાન જ મહાદાનની ઉક્તિને સાર્થક કરતા અમિત રાઠોડ (ખખ) દ્વારા સેવાકાર્ય
થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્ત એકત્રિત કરાશે : સાંજે 4થી 12 વાગ્યા સુધી લોકો રક્ત આપી શકશે
- Advertisement -
દર વર્ષે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં રક્તદાન કેમ્પ યોજાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સ્થિત સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સતત 16મો મહારક્તદાન કેમ્પ યોજાશે. તા. 15 ફેબ્રુઆરીના મહાશિવરાત્રી પર્વે સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પમાં એકત્રિત થતું રક્ત ખાસ કરીને થેલેસેમિયા પીડિત બાળદર્દીઓને આપવામાં આવશે. વિવિધ બ્લડ બેન્ક, હોસ્પિટલ અને થેલેસેમિયા દર્દીઓની સારવાર કરતી સંસ્થાઓ સાથે ખાસ સંકલન સાધીને રક્તના યોગ્ય ઉપયોગની વ્યવસ્થા કરવામાં આવી છે. ‘રક્તદાન જ મહાદાન’ની ઉક્તિને સાકાર કરતા સ્વયંભૂ રામનાથદાદાના પરમ ભક્ત અમિત રાઠોડ (ખખ) દ્વારા આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અમિત રાઠોડ દર વર્ષે શ્રાવણ માસના સોમવારે અને મહાશિવરાત્રીના દિવસે રક્તદાન કેમ્પ યોજી સમાજસેવામાં યોગદાન આપી રહ્યા છે. થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સ્વસ્થ જીવન માટે વારંવાર લોહી બદલવાની જરૂરિયાત રહેતી હોવાને ધ્યાનમાં રાખી આ સેવા યજ્ઞ આયોજિત થાય છે. રામનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા દર મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન રક્તદાન કેમ્પ યોજવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ લોકોએ આ માનવ ઉપયોગી સેવાકાર્યમાં જોડાઈ રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
અમિત રાઠોડ દ્વારા છેલ્લા 21 વર્ષથી ચાલતી અનોખી સેવા
સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. 550 વર્ષથી વધુ જૂનું આ સ્વયંભૂ મંદિર શ્રાવણ માસ તો ઠીક પરંતુ રોજબરોજ લોકો દર્શનાર્થે આવતા હોય છે આ લોકોને અસુવિધા ન થાય તે માટે અમિત રાઠોડ છેલ્લા 21 વર્ષથી અનોખી સેવા કરે છે ટ્રાફિક ન થાય તે માટે વ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા, મંદિરમાં લગાવવામાં આવતી લાઈટિંગ, ડેકોરેશન, ચપ્પલ ઉતારવા માટેની વ્યવસ્થાનું આયોજન કરે છે. અમિત રાઠોડ દ્વારા કરવામાં આવતી નિ:સ્વાર્થ ભાવની સેવાને લોકોએ સરાહના કરી છે.



