ગોલ્ડન સ્લેમ પૂર્ણ કરતો 5મો ટેનિસ ખેલાડી
પેરિસ ઓલિમ્પિકના 8મા દિવસે ટેનિસની રમતમાં એક રેકોર્ડ સર્જાયો હતો. સર્બિયાના નોવાક જોકોવિચે ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે સ્પેનના કાર્લોસ અલ્કારાજ જે હાલમાં વિમ્બલડન ચેમ્પિયન હતો તેને હરાવ્યો હતો.
- Advertisement -
ગોલ્ડ જીતવાની સાથે જ તે ગોલ્ડન સ્લેમ પુરો કરનાર વિશ્વનો 5મો ટેનિસ ખેલાડી બની ગયો છે. ગોલ્ડન સ્લેમ એટલે ચારેય ગ્રાન્ડ સ્લેમ (ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન, યુએસ ઓપન) અને ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર ખેલાડી. સર્બિયાના નોવાક જોકોવિચે પેરિસ ઓલિમ્પિકમાં ટેનિસ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકોવિચે અલકારાઝને 7-6(3), 7-6(2) થી હરાવી તેની કારકિર્દીમાં પ્રથમ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો. જોકોવિચે અગાઉ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
24 ગ્રાન્ડ સ્લેમ જીતનાર જોકોવિચ લાંબા સમયથી ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે તરસી રહ્યો હતો. તેણે ઈટાલીના લોરેન્જો મુસેટીને હરાવીને પહેલી વખત ઓલિમ્પિક ફાઈનલમાં એન્ટ્રી લીધી હતી. ટોચનો ખેલાડી જોકોવિચ છેલ્લી ત્રણ ઓલિમ્પિકમાં સેમીફાઈનલ હારી ગયો હતો.
જોકોવિચ બેઇજિંગ (2008)માં રાફેલ નડાલ સામે, લંડન (2012)માં એન્ડી મરે સામે અને ટોક્યો (2021)માં એલેક્ઝાન્ડર જ્વેરેચ સામે ઓલિમ્પિકમાં ફાઈનલ હારી ગયો હતો. તેણે 2008ની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો. જોકોવિચે અલ્કારાઝથી વિમ્બલડનનો બદલો પણ લઈ લીધો. વિમ્બલડનની ફાઈનલમાં જોકોવિચ અને અલ્કારાઝ વચ્ચે રમાઈ હતી જેમાં સર્બિયાઈ સ્ટારને હારનો સામનો કરવો પડ્યો હતો.
- Advertisement -
જોકોવિચ ગોલ્ડન સ્લેમ જીતનાર પાંચમો ખેલાડી બન્યો
જોકોવિચ કરિયર ગોલ્ડન સ્લેમ જીતનાર પાંચમો ટેનિસ ખેલાડી બની ગયો છે. કરિયર ગોલ્ડ સ્લેમ ટર્મ તે ખેલાડીઓ માટે ઉપયોગ કરાય છે જેમણે ઈતિહાસમાં તમામ ચાર ગ્રાન્ડ સ્લેમ ખિતાબ અને ઓલિમ્પિક ગોલ્ડ પોતાના નામે કર્યો હોય.
જોકોવિચ પહેલા આ કમાલ સ્ટેફી ગ્રાફ, આન્દ્રે અગાસી, રાફેલ નડાલ અને સેરેના વિલિયમ્સે કર્યો હતો. જર્મન દિગ્ગજ સ્ટેફી ગોલ્ડન સ્લેમમાં એન્ટ્રી કરનાર પહેલી ખેલાડી બની હતી. તેણે 1988માં ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.