ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ ‘હિન્દી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં 14 સપ્ટેમ્બર, 1949ના રોજ બંધારણ સભા’એ સર્વાનુમતે એ નિર્ણય કર્યો હતો કે, હિન્દી જ ભારતની રાજભાષા હશે. આ નિર્ણયના મહત્ત્વને પ્રસ્તુત કરવા માટે તથા દરેક ક્ષેત્રમાં હિન્દીનો વ્યાપ વધારવા માટે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ માટે રાષ્ટ્રીય ભાષા પ્રચાર સમિતિ, વર્ધાની વિનંતિથી વર્ષ 1953થી સમગ્ર ભારતમાં 14 સપ્ટેમ્બર ‘હિન્દી દિવસ’ તરીકે ઉજવાય
(1) વર્ષ 1918માં યોજાય હિન્દી સાહિત્ય સંમેલનમાં મહાત્મા ગાંધીજીએ હિન્દી ભાષાને ભારતની ‘રાષ્ટ્રભાષા’ બનાવવાનું જણાવ્યું હતું. તેમણે હિન્દીને ‘જનમાનસ’ની ભાષા ગણાવી હતી.
(2) ભારતીય બંધારણના ભાગ-17ના અનુચ્છેદ 343 (1) અનુસાર સંઘની રાજભાષા
‘હિન્દી’ અને ‘દેવનાગરી’ હશે.
- Advertisement -

હિંદી સવિધાનિક રૂપે ભારતની પ્રથમ રાષ્ટ્રભાષા છે અને સૌથી વધુ બોલાતી અને સમજાતી ભાષા છે. હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. 26 જાન્યુઆરી 1965ના દિવસે હિંદીને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. ચીની ભાષા પછી હિંદુ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશમાં થઇને કુલ 60કરોડથી વધુ લોકો હિન્દી બોલે છે વાંચે છે અથવા લખે છે. ફિજી મોરેશિયમ, ગુયાના, સુરીનામ અને નેપાળની મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે.
હિન્દી ઇન્ડો-આચર્ય કુળની ભાષા છે. અનેક શબ્દો સંસ્કૃત, અરેબિક ફારસી ભાષામાંથી પણ આવ્યા છે. સંપર્ક ભાષા તરીકે હિન્દીએ સ્થાન લીધું છે. ફિલ્મો તો ખૂબ લોકપ્રિય બની છે. અંગ્રેજી ભકતો પણ હિન્દી ફિલ્મો જુએ છે અને હિન્દી ગીતો સાંભળે છે. આજે વિશ્વના તમામ દેશોમાં હિન્દી ભાષીઓ અને જાણનારાઓ વસે છે. વિદેશીઓ પણ હિન્દી નિષ્ણાત બની ગયા છે. દેશની અંદર હિંદીમાં દેશભકિત ગીતો સાંભળવા મળે છે.
લેખન
ડૉ સચિન જે પીઠડીયા માંગરોળ
ડૉ પાયલ પટેલ એડવોકેટ એન્ડ નોટરી રાજકોટ
- Advertisement -



