સેન્સેક્સ અને નિફ્ટી બંન્ને જોરદાર ઉછાળા સાથે ખુલ્યા છે. એનએસઈની દરેક ઈન્ડેક્સમાં ગ્રીન નિશાનમાં વ્યાપર થઈ રહ્યો છે.
નાણાકીય વર્ષ 2023-24નું બજેટ આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની તરફથી 11 વાગ્યે રજૂ કરવામાં આવ્યું. બજેટને જોઈને આજે માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે. આજે માર્કેટ ખુલતાની સાથે જ નિફ્ટી અને સેન્સેક્સમાં તેજી જોવા મળી રહી છે. એશિયાના દરેક બજાર ગ્રીન નિશાનમાં વ્યાપાર કરી રહ્યા છે. કાલે અમેરિકી બજાર પણ તેજીની સાથે બંધ થયું હતું.
- Advertisement -
કાલે ભારતીય બજાર હલ્કી તેજીની સાથે બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 49.9 અંક અથવા 0.08 ટકાના વધારા સાથે 59,549.90 પર અને એનએસઈ નિફ્ટી 13.20 અંક એટલે કે 0.07 ટકા વધીને 17,662.15 પર બંધ થયું.
નિફ્ટી બેન્કનો ઈન્ડેક્સ 2.36 ટકાના વધારા બાદ 41630.45 ના સ્તર પર આવી ગયો છે.
બજેટ બાદ શેર માર્કેટમાં ઉછાળ
બજેટમાં નિર્મલા સીતારમણે નોકરિયાત લોકો માટે આવકવેરા છુટ મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આ પછી સેન્સેક્સ પણ 60,300ના સ્તરને પાર કરી ગયો છે.
- Advertisement -
ફર્ટિલાઈઝર શેરોમાં તેજી
આજના દિવસમાં ફર્ટિલાઈઝર શેરોમાં તેજી જોવા મળી રહી છે. જીએફસીના શેર 9.30 અથવા 1.69 ટકાના વધારામાં છે. આ રીતે ફેક્ટના શેરમાં 10.90 અને 3.66 ટકાનો વધારો છે.