1993 થી 2010 દરમ્યાન પૃથ્વી લગભગ 80 સેન્ટીમીટર (31.5 ઈંચ) પૂર્વની તરફ ઝુકી:ભૂજલ બેફામ ખેંચાતા તેની કમીથી સમુદ્રનું જલસ્તર ઝડપથી વધ્યું
ભુજળના બેફામ દોહનથી પૃથ્વીની ધરી ખસી રહી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.આટલુ જ નહિં ભૂજળ ખેચવાના કારણે મોટા પ્રમાણમાં સમુદ્રનાં સ્તરમાં પણ વૃધ્ધિ થઈ રહી છે. જયોફિઝીકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશીત નવા અધ્યયનમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
- Advertisement -
જેના અનુસાર ભુજળની ઘટ અને તેના પરિણામે થયેલા સમુદ્રનાં સ્તરમાં વધારાના કારણે પૃથ્વીનો ધ્રુવ 4.36 સેન્ટીમીટર દર વર્ષની ગતિએ ખસી રહ્યો છે.સામાન્ય રીતે ધ્રુવીય બરફની ચાદર અને પર્વતીય ગ્લેશીયરોના પીગળવાને જલવાયુ પરિવર્તન સાથે જોડાયેલા સમુદ્ર સ્તરના વૃધ્ધિના મુખ્ય કારણનાં રૂપમાં સમજવામાં આવ્યુ છે.પરંતુ અધ્યયનમાં સ્પષ્ટ છે કે સિંચાળને કારણે ભૂજળની કમીએ પણ સમુદ્રનાં સ્તરને ધારવામાં યોગદાન આપ્યું છે.
17 વર્ષનાં આંકડાનું અધ્યયન
વર્ષ 1993 અને વર્ષ 2010 દરમ્યાન પૃથ્વી લગભગ 80 સેન્ટીમીટર (31.5 ઈંચ) પુર્વની તરફ ઝુકી ગઈ છે. જલવાયું મોડેલનાં આધારે વૈજ્ઞાનિકોએ પહેલા અનુમાન લગાવ્યુ હતું કે મનુષ્યે 2,150 ગીગા ટન ભૂજલ કાઢયું હતું જે સમુદ્ર સ્તરમાં 6 મિલિમીટરથી વધુ વૃધ્ધિનાં બરાબર છે. નાસાના જેટ પ્રોપલ્શન લેબના અધિકારીએ જણાવ્યું હતું કે ભુજલનું સ્થાન એ વાતને લઈને મહત્વ રાખે છે કે તે ધ્રુવીય વહેણને કેટલુ બદલી શકે છે.
ઉતર-પશ્ચિમી ભારતમાં પણ અસરનો દાવો
અધ્યયનનું નેતૃત્વ કરનાર સિયોલ નેશનલ યુનિવર્સીટીનાં વૈજ્ઞાનિક કીવેન સેઓએ કહ્યું છે-અધ્યયનમાં સમય ગાળા દરમ્યાન ઉતરી અમેરીકા અને ઉતર પશ્ચિમ ભારતમાં સૌથી વધુ પાણીનું પુનર્વિતરણ જોવામાં આવ્યુ હતું.
- Advertisement -
બેફામ ભુજળ ખેંચાવાથી આ અસરો સંભવ
સમુદ્રનાં સ્તરમાં વૈશ્ર્વિક સરેરાશ વધારામાં ઝડપ આવી શકે છે. ફરતાં ધ્રુવમાં ફેરફારથી ધરતી પર જલ વિતરણને અસર થઈ શકે છે. સંશોધકોનાં અનુસાર ધુરીમાં ફેરફારની અસર જલવાયું પર પડવાની આશંકા છે.