ઉઈઙ ક્રાઇમ જગદીશ બાંગરવા અને સાયબર સેલના ઙઈં જે.એમ. કૈલાએ બેંકિંગ સ્ટાફને આપી મહત્વની ટિપ્સ; 93% ડિજિટલ વ્યવહારો ધરાવતી બેંકની સુરક્ષા પર ભાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ’સાયબર અપરાધ રોકવા અને મ્યુલ ખાતાની ઓળખ’ વિષય પર બેંકની હેડ ઓફિસ ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ ઉઈઙ (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને સાયબર ક્રાઇમ બ્રાંચના ઙઈં જે.એમ. કૈલાએ બેંક કર્મચારીઓને સાયબર ગુનાઓ અટકાવવા માટે સમયોચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉઈઙ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, સાયબર અપરાધ દ્વારા મેળવેલી રકમ ઘણીવાર દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં વપરાય છે. તેમણે બેંક કર્મચારીઓને આહ્વાન કર્યું હતું કે, જ્યારે કોઈ ખાતાધારક મોટી રકમ ઉપાડવા આવે અથવા ખાતામાં અચાનક શંકાસ્પદ વ્યવહારો વધે, ત્યારે ખાતેદારની વર્તણૂક અને વિગતોની તપાસ કરવી જોઈએ. પૈસાની લાલચમાં પોતાનું બેંક ખાતું અન્યને વાપરવા આપવું (મ્યુલ એકાઉન્ટ) એ ગંભીર ગુનો છે અને તેની સંપૂર્ણ જવાબદારી મૂળ ખાતેદારની રહે છે.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, 73 વર્ષ જૂની આ બેંક અત્યારે ₹11,200 કરોડથી વધુનું બિઝનેસ મિક્સ ધરાવે છે. બેંકમાં ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ વધીને 93% થયું છે, ત્યારે સાયબર સુરક્ષા અત્યંત અનિવાર્ય છે. સાયબર ઙઈં જે.એમ. કૈલાએ ’ડિજિટલ એરેસ્ટ’, શેર માર્કેટ સ્કેમ અને હનીટ્રેપ જેવા લેટેસ્ટ ફ્રોડ વિશે માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પોલીસ ક્યારેય કોઈને ડિજિટલ એરેસ્ટ કરતી નથી. સાયબર ફ્રોડના કિસ્સામાં તુરંત જ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. આ સેમિનારમાં બેંકના ડિરેક્ટરો, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં કર્મચારીગણ હાજર રહ્યા હતા.



