વૈશ્વિક સેમિકન્ડક્ટર સંગઠન SEMI અને તેના સમકક્ષ IESAએ ભારતમાં ઉદ્યોગ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે વ્યૂહાત્મક કરારની જાહેરાત કરી.
સેમિકન્ડક્ટર સંગઠન SEMI અને તેના સમકક્ષ IESAએ ભારતમાં ઉદ્યોગ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે વ્યૂહાત્મક કરારની જાહેરાત કરી છે. એક સયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે કરાર હેઠળ, ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA) એ SEMIનો ભાગ બનશે. SEMI એ ‘સેમિકોન ઈન્ડિયા’ સહિત SEMICON ઈવેન્ટ્સનું આયોજક છે.
- Advertisement -
પ્રધાનમંત્રી મોદીએ કરી હતી અપીલ
અજિત મનોચા, ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO), SEMIએ જણાવ્યું હતું કે, ‘આ પાર્ટનરશીપ SEMIને આ મહત્વપૂર્ણ ઊભરતાં માર્કેટમાં મજબૂત હાજરી બનાવવામાં મદદ કરશે અને બંને સંસ્થાઓને સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતાને વધારતી નક્કર વ્યૂહરચના ઓળખવામાં સક્ષમ કરશે અમારી સંયુક્ત શક્તિનો લાભ મેળવશે.’ નોંધનીય છે કે, સેમિકન્ડક્ટર આવનારા સમયમાં આપણી સૌથી મોટી જરૂરિયાત બનવા જઈ રહી છે. આ માંગને જોઈને પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે એટલે કે 11 સપ્ટેમ્બરે સેમિકોન ઈન્ડિયા 2024ને સંબોધિત કરીને મોટી અપીલ પણ કરી હતી.
ડીલથી ભારતને થશે ફાયદો
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘અમારું સપનું છે કે વિશ્વના દરેક ઈલેક્ટ્રોનિક્સમાં ભારતમાં બનેલી ચિપ હશે.’ પીએમ મોદીના આ નિવેદનના 24 કલાકની અંદર સેમિકન્ડક્ટર્સને દેશના ઇકોસિસ્ટમમાં ફિટ કરવા માટે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ડીલથી આવનાર સમયમાં ભારતને આર્થીક ફાયદો પણ પહોંચશે તેમજ રોજગારીના દ્વાર પણ ખૂલશે. IESAના પ્રમુખ અશોક ચાંડકે કહ્યું, ‘આ સિદ્ધિ ભારત, SEMI અને IESA માટે મોટી જીત છે. આનાથી ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર પાવરહાઉસ બનશે, આર્થિક વૃદ્ધિને વેગ આપશે અને નવીનતાને પ્રોત્સાહન આપશે.’
- Advertisement -
નેધરલેન્ડની કંપની મોટું રોકાણ કરશે
નેધરલેન્ડ સ્થિત NXP સેમિકન્ડક્ટર્સ આગામી થોડા વર્ષોમાં ભારતમાં તેની R&D પ્રવૃત્તિઓને બમણી કરવા 1 અબજ અમેરિકન ડૉલર (રૂ. 8,400 કરોડ) કરતાં વધુ રોકાણ કરવાની યોજના ધરાવે છે. NXP એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને CEO કર્ટ સિવર્સે બુધવારે સેમિકોન ઇન્ડિયા 2024માં જણાવ્યું હતું કે ‘કંપની સમગ્ર ઉદ્યોગ સાથે જોડાઈ રહી છે.’