કેન્દ્રિય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે વીડિયો કોલ કરી નિરીક્ષણ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે આઈઆઈટી મદ્રાસમાં 5જી કોલનું ટેસ્ટિંગ કર્યું. જેની સૌથી સારી વાત એ છે કે સમગ્ર નેટવર્ક ભારતમાં જ ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે. જે અંગેની જાણકારી અશ્વિની વૈષ્ણવે આપી છે. તેમણે 5જી નેટવર્ક પર વિડીયો કોલ કરતા ત્યાં હાજર પત્રકારોને પણ કોલ દેખાડ્યો. તેમણે કહ્યું કે આઈઆઈટી મદ્રાસની ટીમ પર તમામને ગર્વ છે, જેમણે 5જી ટેસ્ટ પેડ ડેવલપ કર્યું. જેથી સમગ્ર 5જી ડેવલપમેન્ટ ઈકોસિસ્ટમ અને હાઈપરલૂપ ઈનિશિયેટિવને એક મોટી તક મળશે. તેમણે કહ્યું કે હાઈપરલૂપ ઈનિશિયેટિવને રેલવે મંત્રાલય તરફથી પૂરી મદદ મળશે.
આત્મનિર્ભર ભારત! સ્વદેશી 5જીનું સફળ ટેસ્ટિંગ કરાયું
