એકત્ર થયેલ રક્ત થેલેસેમિયાગ્રસ્ત તથા ડાયાલિસિસના દર્દીઓ માટે વાપરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્વ. પાંચાભાઈ શામજીભાઈ સોરઠીયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સ્વ. પાંચાભાઈ શામજીભાઈ સોરઠીયાની 19મી પુણ્યતિથિ નિમિત્તે તા. 2-1-2026 ને શુક્રવારના રોજ સોરઠીયા પરિવારની વાડી, મવડી બાયપાસ રોડ, મવડી ગામ ખાતે સવારે 8 કલાકથી મહારક્તદાન કેમ્પનું આયોજન શૈલેષ ફોર્જ પ્રા. લિ. રાજકોટ તથા સોરઠીયા પરિવાર તરફથી કરવામાં આવેલ છે. આ રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલ તમામ રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ડાયાલિસિસ માટેના દર્દીઓ તેમજ ઈમરજન્સી માટે આવતા દર્દીઓ માટે વાપરવામાં આવશે. આ રક્તદાન કેમ્પની સાથે સ્વ. ભાસ્કરભાઈ ભુપતભાઈ ઠાકરની પુણ્યતિથિ નિમિત્તે ડો. દર્શનાબેન પંડ્યા તથા આશુતોષ મેટરનિટી અને સર્જિકલ હોસ્પિટલના સાથ અને સહકારથી મહિલાઓ માટે નિ:શુલ્ક સ્ત્રીરોગ, હાડકાંની ઘનતા, હિમોગ્લોબિન તથા સુગર માપવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ તમામ તપાસ હોસ્પિટલમાં ઘણી જ મોંઘી થતી હોય છે, જે આ કેમ્પમાં તદ્દન ફ્રી કરવામાં આવશે. તેમાં જરૂરિયાતવાળા બહેનોને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. આજરોજ જયેશભાઈ સોરઠીયા, સંદીપભાઈ સોરઠીયા, ભરતભાઈ હજારે, રાજુભાઈ અકબરી, કે. ડી. નાથાણીએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને કેમ્પ વિશે માહિતી આપી હતી.



