8 મિલ્કતને સીલ કરવામાં આવી: રૂ. 62.34 લાખની વસૂલાત
ખાસ-ખબર સંવાદદાતા
આજરોજ તા.25ને બુધવારે વેરા વસૂલાત શાખા દ્વારા વેરા બાકીદારો પર કડક હાથે કામગીરી કરીને વિવધ વોર્ડમાં સિલ,જપ્તી અને વસૂલાત કરવામાં આવી હતી.
જેમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા પુષ્પમ કોમ્પ્લેક્ષ 3-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.1.50 લાખ,સંજયનગર મા આવેલા 5-યુનિટને નોટીસ આપેલ. તથા રીકવરી રૂ.1.10 લાખ,પારેવડી ચોક પાસે આવેલા 6-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.71,000/ચુનારા વાડ વિસ્તારમાં આવેલા 4-યુનિટ ને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.70,000/લીમડા ચોક પાસે આવેલા પંચનાથ કોમ્પ્લેક્ષ’ માં 2-યુનિટને સીલ મારેલ તથા 4-યુનિટને નોટીસ આપેલ,પંચનાથ પ્લોટમાં આવેલા કેશરી નંદન કોમ્પ્લેક્ષ માં 4-યુનિટને નોટીસ આપેલ,હરીહર ચોક પાસે આવેલા સ્ટાર ચેમ્બર મા 5-યુનિટને સીલ મારેલ, રાજેન્દ્રપ્રસાદ મેઇન રોડ પર આવેલા 1-યુનિટના બાલી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.3.00 લાખ ચંદ્રપાર્ક સોસાયટીમાં આવેલાા 5-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.2.18 લાખ, પેરેડાઇઝ હોલ પાસે આવેલા 2-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.1.79 લાખ,મોટા મવા વિસ્તારમાં 6-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.5.30 લાખ,ગોકુલનગર અરીયામાં આવેલા 4-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. તથા રીકવરી રૂ.3.24 લાખ,બેકબોન શોપીંગ સેન્ટર મા 6-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.1.00 લાખ,માયાણી ચોક પાસે આવેલા રાધે શ્યામ કોમ્પ્લેક્ષ માં 3-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ,ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલા 4-યુનિટ ને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.1.74 લાખ,કેવડાવાડી વિસ્તારમાં આવેલા 2-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ,કે.પી. ઇન્ડ. એરીયામાં 7-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. તથા રીકવરી રૂ..3.50 લાખ,ભવનાથ પાર્ક માં 3-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. તથા રીકવરી રૂ..2.50 લાખ. જેમાં સે.ઝોન દ્વારા કુલ -8 મિલ્કતોને સીલ મારેલ તથા 22 -મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.17.17 લાખ,વેસ્ટ ઝોન દ્વારા કુલ- 18- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.30.22 લાખ,ઇસ્ટ ઝોન દ્વારા કુલ – 20 -મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.14.95 લાખ. આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 8- મિલ્કતોને સીલ કરેલ તથા 60-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.62.34 લાખ રીકવરી કરેલ છે.
આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.