મુંબઈ અને રાજકોટના સિંગરોએ પ્રાચિન અને અર્વાચીન ગરબા ગાઈ ગોપીઓને ડોલાવી
સરગમ લેડીઝ કલબના આયોજનને એકીઅવાજે વખાણતા મહાનુભાવો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપી રાસોત્સવમાં રોજેરોજ બહેનો આદ્યશક્તિની આરાધના કરે છે અને ગરબા લ્યે છે. ડી.એચ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ રાસોત્સવમાં મોટી સંખ્યામાં બહેનો ઢોલના તાલે થીરકી રહી છે અને બહેનોનું જોમ જોઇને લોકો સ્વગત મન મોર બની થનગાટ કરે.. બોલી ઉઠે છે.
ગોપી રાસોત્સવનાં મુંબઈ અને રાજકોટના સિંગરો પણ જમાવટ કરે છે અને પ્રાચિન તથા અર્વાચીન ગરબા દ્વારા બહેનોને ડોલાવે છે. અહી અદ્ભુત માહોલ સર્જાય છે અને આ માહોલના સાક્ષી બનવા માટે આવેલા મહાનુભાવો વ્યવસ્થા નિહાળી ખુશી વ્યક્ત કરે છે.
- Advertisement -
અત્યાર સુધીમાં અનેક રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, શિક્ષણશાસ્ત્રીઓ વગેરે આ રાસોત્સવ માણી ચુક્યા છે અને હજુ મોટી સંખ્યામાં મહાનુભાવો આવી રહ્યા છે. રોજ ગરબાના અંતે વિજેતા બહેનોને આ મહાનુભાવોના હસ્તે જ ઇનામ આપવામાં આવે છે.
આ રાસોત્સવમાં રોજેરોજ મહાનુભાવોના હસ્તે વેલડ્રેસ તથા પ્રીન્ સેસનાં ઇનામો પણ આપવામાં આવે છે.
ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા રાખવામા આવશે અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવશે. આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત પ્રિયા જોષી, ભાવના સોની, હેમાન્દ્રી ત્રીવેદી, અને નિલેષ પંડ્યા (રાજકોટ) માતાજીનાં ગરબા રજૂ કરશે. નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, માયાબેન પટેલ, સોનલબેન બગડાઈ, કોમલબેન મહેતા સેવા આપી રહ્યા છે.
આ રાસોત્સવમાં જે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં આજરોજ શનીવાર ના રોજ ગોપીરાસ ડીએચ કોલેજ ગાઉન્ડ માં રમતા બહેનો ના રાસ નીહાળવા રાજકોટ ના મહાનુભાવો પરેશભાઈ ગજેરા રાકેશભાઈ પોપટ, પ્રતાપભાઇ પટેલ, શીવલાલભાઇ આદ્રોજા, કરશનભાઇ આદ્રોજા, અશોકભાઇ વૈષનાની, જીતુભાઇ ચંદારાણા, મનીષભાઇ માદેકા, દિવ્યેશભાઇ રાયઠઠા, વીજયભાઇ કારીયા, ડી કે વડોદરીયા, રાકેશભાઈ દેશાઇ, અભીષેકભાઇ અઢીયા, નીતીનભાઇ ખુંટ, એમ. જે. સોલંકી, બકીરભાઇ ગાંઘી, રમેશભાઇ ઠક્કર, ઘનશ્યામભાઈ પરસાણા, તેજશભાઇ ભટ્ટી, પ્રવીણભાઈ ડેલાવાળા, લાખાભાઇ સાગઠીયા, ચેતનભાઇ રામાણી હાજર રહેલનો સમાવેશ થાય છે.
આઠમું નોરતું તા.29/10/25 ને સોમવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, નયનાબેન પેઢડીયા, અશ્વીનકુમાર, ડો. ઓમ પ્રકાશ, બ્રિજેશ ઝા, અશોક ગેહલોત,મનોહરસિંહ જાડેજા, સતીષકુમાર ગોયલ, આલોક સીંગ, શિવકુમાર, ગીરીરાજકુમાર મીના, કેતનભાઇ જોષી, તુષાર સુમેરા, અનંદુ સુરેશ ગોવિંદ, મહેન્દ્ર બગરીયા, હેતલ પટેલ, રાકેશ દેસાઇ, બી.જે. ચૌધરી, જગદીશ બાંગરવા, વિજયસિંહ ગુર્જર, હરપાલસિંહ જાડેજા, બી.બી. બસિયા, શ્રીમતી રાજા રાજનશીલા, ચિરાગકુમાર કે. જોષી, એ.કે. ગૌતમ, મહેશભાઇ જાની, સિધ્ધાર્થ જાની, મહેક જૈન, ચાંદની પરમાર, અજય ઝાપડા, વિમલ ચક્રવતી, ડો. પરેશભાઈ રાવલ, વી.પી. જાડેજા, હિતેષભાઈ દિહોરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ,કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, દિનેશભાઇ વિરાણી, અનવરભાઇ ઠેબા, હરેશભાઈ શાહ, લક્ષ્મણભાઈ ભૂત, રાખીલદેવ વાછાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, સંગીતાબેન સાંચલા, બીનાબેન ઠક્કર, હિનાબેન પારેખ જહેમત ઉઠાવી રહ્યા છે.



