કેટલાક અઠવાડિયા પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે એટલાંટિક મહાસાગરના ખતરનાક બરમૂડા ટ્રાયંગલના રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે. પરંતુ, તેના માટે એક વિચિત્ર રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં એક ક્રુઝ કેપની બરમુડા ટ્રાયંગલ સુધીની ટ્રીપની ઓફર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, જો તેમના જહાજ પહેલાના જહાજોની જેમ ટ્રાયંગલમાં ગાયબ થઇ જાય તો તેમને ટિકિટના પૈસા પાછા આપવામાં આવશે. આ ક્રુઝની કેબનનું ભાડું જાણીને આંચકો લાગશે. તેમની કિંમત લાખો રૂપિયામાં છે. તેમ છતાં પણ ટિકિટ ખરીદનારા લોકો ઘણા છે.
- Advertisement -
આ ક્રુઝ ન્યુયોર્કથી બરમુડા સુધીના પ્રવાસ પર જાય છે, જેમાં પ્રવાસીઓને બરમુડા ટ્રાંયગલને જોવા અને સમજવાની સાથે તેના પર ચર્ચા કરવાનો પૂરો સમય આપવામાં આવશે.
ક્રુઝ ગાયબ થઇ જાય તો મળશે ટિકિટનું રિફંડ
ક્રુઝ સેવાના ઇતિહાસમાં આ સૌથી અનોખી અને વિચિત્ર ઓફર છે, જેમાં બરમૂડા ટ્રાંયગલના પ્રવાસ માટે ટિકિટના રિફંડ માટે દાવો કરવામાં આવ્યો છે. એક બરમુડા ટ્રાયંગલ ક્રુઝના બધા પ્રવાસીઓ માટે કહ્યું કે, જો સમુદ્રમાં તેમનું જહાજ ગાયબ થઇ જાય તો, તેમની ટિકિટના પૂરા પૈસા પાછા આપવામાં આવશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, એટલાંટિક મહાસાગરનો એક વિસ્તાર એવો છે કે, જે બરમુડા, પ્યુર્ટો રિકો અને મિયામીથી લાગેલી સરહદોના ત્રિકોણીય ક્ષેત્ર છે અને સમુદ્રી પ્રવાસથી જોડાયેલા અનેક રહસ્યોમાં આ સૌથી ખતરનાક છે.