પાણશીણા, લીંબડી-ચોટીલા અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર સુરક્ષામાં વધારો; તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
- Advertisement -
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ થયું છે અને જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે જિલ્લાની તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને, પાણશીણા તેમજ લીંબડી-ચોટીલાને જોડતી તમામ ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વ્યસ્ત ગણાતા અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ ચેકપોસ્ટો પરથી પસાર થતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે.



