દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે આજે બીજા દિવસે પણ સંઘર્ષ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છએ. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં સુરક્ષાદળોએ તપાસ અભિયાન ચાલુ કર્યુ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કુલગામ જિલ્લાના ક્ષેત્રમાં સમનો નેહામા ગામમાં બે ઘરમાં 3થી4 આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી હતી. તેમને ઘેરવામાં આવ્યા અને ક્રોસ ફાયરીંગ કરવામાં આવ્યું.
- Advertisement -
#UPDATE | Kulgam Encounter update | Three Lashkar-e-Taiba terrorists killed in the ongoing encounter. Operation continues. https://t.co/OEYYLpMTr1
— ANI (@ANI) November 17, 2023
- Advertisement -
કુલગામ જિલ્લાના સમનૂ ગામમાં ગુરૂવારના બપોરે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે ઘર્ષણ શરૂ થયું. પોલીસ, સેનાની 34 આરઆર અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે એક વિશેષ જાણકારી પર કુલગામના સમનૂ ગામમાં નાકાબંધી અને તપાસ અભિયાન ચાલુ કર્યુ. નાકાબંધી સમયે આતંકવાદીઓએ ફાયરીંગ ચાલુ કરી દીધી. જેમાં સામે-સામે ગોળીબારી ચાલુ થઇ ગઇ. આ ગોળીબારી મોડી રાત સુધી ચાલી. શુક્રવારના બીજા દિવસે સવારે ફરી ગોળીબારી ચાલુ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ નિયંત્રણ રેખાની પાસે ઉરી સેક્ટરમાં આતંકવાદીઓ ગેરકાનુની રીતે ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે સેનાના જવાબી ફાયરીંગથી તે શક્ય બન્યું ન હતું. આ ઘર્ષણમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓ ખરાબ વાતાવરણ અને ઝાકળનો ફાયદો ઉઠાવીને ઘુસણખોરીની કોશીશ કરે છે. સેનાન જણાવ્યા અનુસાર, બે આતંકવાદીઓની ઓળખ PoKમાં લોન્ચ કમાન્ડર બશીર અહમદ મલિક અને અહમદ ગની શેખના રૂપમાં કરવામાં આવી છે. બશીરે નિયંત્રણ રેખામાંથી કેટલાય આતંકવાદીઓની ઘુસણખોરી કરાવી છે. તેમની પાસે ભારે માત્રામાં હથિયાર કબ્જે કરવામાં આવ્યા.