ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે.જે અંગે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિર સુરક્ષા ધરાવતું મંદિર છે.ત્યારે છેલ્લા 2 દિવસથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે. આ સિવાય દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ વધારાની મૂકી દેવાઈ છે. આ સિવાય બસ સ્ટેશન,રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર આકસ્મિક ચેકીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલાં આતંકવાદી હુમલા બાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
