દિલ્હીમાં ગત સાંજે થયેલ બ્લાસ્ટ બાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. સોમનાથ મંદિર સુરક્ષાના ડી. વાય.એસ.પી. ચેતન ખટાણાના જણાવ્યા અનુસાર સોમનાથ મંદિર સુરક્ષા ધરાવે છે તેમ છતાં બ્લાસ્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે. વોક વે પર પણ સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે..આ સિવાય ઘોડેસવાર પોલીસ અને ડોગ સ્ક્વોર્ડ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં થયેલાં બ્લાસ્ટ બાદ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો

Follow US
Find US on Social Medias


