જૂનાગઢ કોંગ્રેસ મનપા ચૂંટણીમાં નવા અભિગમ સાથે મેદાનમાં ઉતરશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ મનપા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.ત્યારે તમામ પક્ષો ઉમેદવારની શોધમાં લાગી ગયા છે.એવા સમયે શહેર કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવાર પસંદગી માટે અનોખી પહેલ શરુ કરી છે.કોંગ્રેસ ચૂંટણી પ્રભારી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહીતના આગેવાનો દ્વારા અલગ લેગ વોર્ડમાં બેઠકોનો દોર શરુ કરીને સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરીને લોકોને અપીલ કરી હતી કે, સામાન્ય રીતે પાર્ટી ટીકીટ આપતી હોઈ છે.પણ જૂનાગઢ મનપા ચૂંટણીમાં સ્થાનિક લોકો સ્વચ્છ પ્રતિભા અને યોગ્ય ઉમેદવારની પેનલ બનાવી નક્કી કરે તેવી વાત સાથે કોંગ્રેસ મનપા ચૂંટણીમાં ઉતારશે.
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રભારી પુંજાભાઈ વંશ, રહીમભાઈ સોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી તેમજ વરિષ્ઠ આગેવાનોએ જૂનાગઢ શહેર નાં વોર્ડ 1, 2, 4, 5 ,6 અને 7નો પ્રવાસ કરી રૂબરૂ સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાથે સંવાદ કરેલ હતો જેમાં પુંજાભાઈ વંશ દ્વારા લોકોને અપીલ કરેલ કે દર વખતે પાર્ટી ઉમેદવાર નક્કી કરતી હોઈ છે પણ આ વખતે નવો ચીલો પાડી સ્થાનિક આગેવાનો જ 4 ઉમેદવારની પેનલ નક્કી કરી સારા અને સજ્જન ઉમેદવારો આપે. ઉમેદવારી નોંધવવા માટે કોંગ્રેસ ભવન ખાતેથી ફોર્મ લઇ માંગેલ વિગત ભરી બંધ કવર માં પરત કોંગ્રેસ ભવન પહોંચતા કરવા અપીલ કરી.