ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની આજે ઈન્ડોનેશીયાનાં બાલી ખાતે કાર્યરત ઉદયના યુનિ.નાં વૈજ્ઞાનિકોઓ લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી. યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ ઉદયના યુનિ. બાલીનાં પ્રો.(ડો.) વિરાજણા, અને પ્રો.(ડો.) પુષ્પાવતી અને શ્રીમતિ યુસ્તિકારીની રીચર્સ ટેક્નીશીયનને યુનિ.વતી શાલ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરી જણાવ્યુ હતુ કે જૂનાગઢનાં આંગણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની ઉજળી તકો સાથે નરસિંહ મહેતા યુનિ. કાર્યરત છે.
ઈન્ડોનેશીયાનાં બાલી ખાતેથી રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન ક્ષેત્રે શૈક્ષણિક અને સંશોધનાત્મક બાબતોથી સંધાન થયે વિદ્યાર્થિઓની સંશોધન અને અભ્યાસલક્ષી પ્રવૃતિઓ વધુ સંગીન અને વેગવાન બનશે.યુનિ.ના રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ બાલીનાં ઉદયના યુનિ.નાં પ્રોફેસરોને આવકાર્યા હતા. લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) સુહાસ વ્યાસે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. અને ઉદયના યુનિવર્સીટી બાલી(ઈન્ડોનેશીયા) વચ્ચે શૈક્ષણિક સંધાનથી વિદ્યાર્થીઓ પરસ્પર ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી હોવાની વાત કરી અતિથીઓને આવકાર્યા હતા.
- Advertisement -
આ તકે ડો.વિરાજણાએ જણાવ્યુ હતુ કે જૂનાગઢને ગિરનારની અનેકવિધ ઉપયોગી પુરવાર થાય તેવી વનસ્પતિ સૃષ્ટીની ભેટ ધરી છે ત્યારે નરસિંહ મહેતા યુનિ.નાં વિદ્યાર્થીઓ આયુર્વેદા અને જૈવ વિજ્ઞાનક્ષેત્રે વન્યસૃષ્ટીની અભ્યાસકીય પ્રવૃતિઓ અમારી ઉદયના યુનિ. માટે પણ માર્ગદર્શક બનશે. ડો. પુષ્પાવતીએ ભારતનાં ગુજરાત પ્રદેશે વર્ષનાં અલગ અલગ દિવસોમાં બદલાતા હવામાન અને સુકા પ્રદેશોની વાત ટાંકીને જણાવ્યુ હતુ કે જૈવ વિજ્ઞાન ક્ષેત્રે મળેલ અભ્યાસલક્ષી તકો અમારા બાલી પ્રદેશ માટે માર્ગદર્શક બની શકે તે જ રીતે અમારા સમુદ્ર તટીય ભેજયુક્ત હવામાનમાં વનસ્પતિની ઉપયોગિતા અને જૈવ વિજ્ઞાનક્ષેત્રે થતા સંશોધનો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના છાત્રોને ઉપયોગી બની શકે છે.