આંગણવાડી, સરકારી-ખાનગી શાળાઓમાં કેમ્પ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
મહાનગરપાલિકા દ્વારા આજથી વોર્ડ નં.14, શ્રી કસ્તુરબા હાઈસ્કુલ, 9/10 માસ્તર સોસાયટી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, 80 ફૂટ રોડ ખાતે શાળા બાળ આરોગ્ય ચકાસણી કાર્યકમ યોજાશે.
આ કાર્યક્રમ પ્રમુખ આઇએમએ ડો.ભરતભાઈ કાકડીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
- Advertisement -
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોના નિ:શુલ્ક સ્ક્રીનીંગ, હિમોગ્લોબીન, ટીડી 10 અને ટીડી 16 રસીકરણ જેવી ચકાસણી કરવામાં આવશે. શહેરની તમામ 364 આંગણવાડી કેન્દ્ર, 547 સરકારી, પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓ, 313 સરકારી, પ્રાઇવેટ માધ્યમિક શાળાઓના બાળકો માટે તબક્કાવાર આ કાર્યક્રમ યોજવામાં આવશે.
તા.12ના રોજ શ્રી કસ્તુરબા હાઈસ્કુલ, તા.18 માતૃશ્રી અમથીબા હાઇસ્કુલ, તા.22ના રોજ શાળા નં.93 શ્રી વિનોવા ભાવે પ્રાથમિક શાળા, તા.26ના રોજ શાળા નં.67, શ્રી પંડિત નહેરૂ પ્રાથમિક શાળા અને તા.31ના રોજ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ શાળા ખાતે શાળા બાળ આરોગ્ય ચકાસણી કાર્યકમ યોજવામાં આવશે.