MLA ગીતાબેન જાડેજાને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરાવવા પણ માગણી
રાજકોટ કલેકટરને અનુસુચિત જાતિ સમાજનું આવેદનપત્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
- Advertisement -
ગુજરાત રાજ્યમાં ગુંડાઓ બેફામ બન્યા છે. જે રીતે પિક્ચર-ફિલ્મોમાં ગુંડારાજ દર્શાવવામાં આવે છે તે જ રીતે ગુજરાતમાં ગુંડાઓ દ્વારા અવારનવાર અનુસુચિત જાતિના લોકો ઉપર અમાનવીય વ્યવહાર કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, નગ્ન અવસ્થામાં ઢસેડી અનેક રીતે યાતનાઓ આપી ‘સળગતા’ ગુજરાતમાં અનુસુચિત જાતિના લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. હાલની સરકારમાં જાણે માણસોને મારી નાખવા માટે બધા પદાધિકારીઓ એવા ધારાસભ્ય અને તેના પુત્રની ગુંડાગેંગને જાણે પરવાનો આપવામાં આવ્યો હોય તેવું ફલિત થઈ રહ્યું છે.
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 શખ્સો વિરૂદ્ધના એટ્રોસિટી, હત્યાની કોશિષ સહિતના કેસમાં જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી કાર અને એક મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢના કોરીયોગ્રાફર સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી નામના યુવકને સામાન્ય બાબતમાં ગોંડલ ખાતે ઉઠાવી જઇ અપહરણ કરી કપડાં ઉતરાવી બેફામ માર મારી વિડીયો ઉતારી જ્ઞાતિ પ્રત્યે હડધુત ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ આધારે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત 10 શખ્સો સામે હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ગોંડલના સત્તારક્ષના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને પૂર્વધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશસિંહે સત્તાની ઓથના કારણે કાયદાને પિતાની જાગીર સમજી શરમજનક કૃત્ય કર્યું છે.
આ સમગ્ર બનાવમાં ધારાસભ્ય શ્રીમતી ગીતાબેન જાડેજાનું સીધુ માર્ગદર્શન અને પોતાને જાણે કાયદો વ્યવસ્થાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે રીતે પોતાના પુત્ર અને તેની ગેંગને પૂરતો સાથ સહકાર આપી મદદગારી કરી અનુસુચિત જાતિના વ્યક્તિને પૂરો કરી તાત્કાલિક અસરથી આ ગીતાબેન જાડેજાને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવી યોગ્ય થવા નમ્ર અરજી કરી હતી.