NHAIનોફ સોફ્ટવેર બદલી નાંખ્યો, ફાસ્ટેગ વગરના વાહનો ફ્રી કેટેગરીમાં બતાવતા: પૈસા આરોપીઓના બેંક ખાતામાં જતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
UP STFએ NHAI ટૉલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. STFની ટીમે બુધવારે સવારે 3.50 વાગ્યે મિર્ઝાપુરના અતરૈલા ટૉલ પ્લાઝા પર દરોડો પાડીને 3 લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓએ ટૉલ પ્લાઝા પર સ્થાપિત NHAI કોમ્પ્યુટરમાં તેમનો સોફ્ટવેર ઇન્સ્ટૉલ કર્યું હતું. તેના દ્વારા ફાસ્ટેગ વગર ટૉલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોને ફ્રી બતાવીને તેમની પાસેથી વસૂલવામાં આવતા પૈસા અંગત ખાતામાં લેવામાં આવી રહ્યા હતા. આ કૌભાંડ ગુજરાત સહિત 12 રાજ્યોના 200 ટૉલનાકા પર ચાલતું હતું.
એકલા અતરૈલા ટૉલ પ્લાઝા પર 2 વર્ષથી દરરોજ લગભગ 45 હજાર રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું હતું. બે વર્ષમાં 3 કરોડ 28 લાખની છેતરપિંડી થઈ છે. STFએ આરોપીઓ પાસેથી 2 લેપટોપ, 1 પ્રિન્ટર, 5 મોબાઈલ, 1 કાર અને 19,000 રિકવર કર્યા છે. STFએ જૌનપુરના આલોક કુમાર સિંહ, પ્રયાગરાજના રાજીવ કુમાર મિશ્રા અને મધ્યપ્રદેશના મઝૌલીના મનીષ મિશ્રાની ધરપકડ કરી છે. આલોક અત્યારે વારાણસીમાં રહેતો હતો.
આરોપીઓએ જણાવ્યું કે અત્યાર સુધી તેઓએ દેશના 12 રાજ્યોના 42 ટૉલ પ્લાઝામાં NHAIના કોમ્પ્યુટરમાં તેમના દ્વારા બનાવેલ સોફ્ટવેર ઈન્સ્ટૉલ કર્યું છે. આ રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, જમ્મુ અને કાશ્ર્મીર, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળ છે. STF ઇન્સ્પેક્ટર દીપક સિંહે કહ્યું- NHAIના વિવિધ ટૉલ પ્લાઝા પર અનિયમિતતાની ફરિયાદો મળી રહી છે. વારાણસી એસટીએફના એએસપી વિનોદ સિંહ અને લખનઉના એએસપી વિમલ સિંહની ટીમ આ કેસ પર સતત નજર રાખી રહી હતી. દરમિયાન, STFને માહિતી મળી કે NHAIના સોફ્ટવેરમાં અલગથી સોફ્ટવેર બનાવનાર અને ઇન્સ્ટૉલ કરનાર વ્યક્તિ આલોક સિંહ વારાણસીમાં છે. STFની ટીમે આલોક સિંહને બાબતપુર એરપોર્ટ નજીકથી પકડી લીધો હતો.
- Advertisement -
એસટીએફની પૂછપરછ દરમિયાન આલોકે જણાવ્યું કે તે એમસીએ પાસ છે અને અગાઉ ટૉલ પ્લાઝા પર કામ કરતો હતો. ત્યાંથી તે ટૉલ પ્લાઝા માટે કોન્ટ્રાક્ટ લેતી કંપનીઓના સંપર્કમાં આવ્યો હતો. આ પછી ટૉલ પ્લાઝા માલિકોની મિલીભગતથી એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું. ટૉલ પ્લાઝા પર સ્થાપિત NHAI કોમ્પ્યુટરમાં પોતાનું સોફ્ટવેર ઇન્સ્ટૉલ કર્યું, જે મેં મારા લેપટોપથી એક્સેસ કર્યું. ટૉલ પ્લાઝાના આઈટી કર્મચારીઓએ પણ આમાં સાથ આપ્યો હતો. તે પોતે યુપીના આઝમગઢ, પ્રયાગરાજ, બાગપત, બરેલી, શામલી, મિર્ઝાપુર અને ગોરખપુરમાં છેલ્લા બે વર્ષથી આ હેરાફેરીમાં સામેલ છે.
આરોપીઓ કેશ કાઉન્ટરમાંથી જ રિકવરીની હેરાફેરી કરતા હતા. આરોપીઓએ બનાવેલા સોફ્ટવેરનો ઉપયોગ કરીને ટૉલ પ્લાઝા પરથી ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. તેની પ્રિન્ટેડ સ્લિપ ગઇંઅઈં સોફ્ટવેરમાંથી મેળવેલ સ્લિપ જેવી જ હતી. આ રીતે ગેરકાયદેસર રીતે વસૂલ કરાયેલ વાહનને ટેક્સમાં મુક્તિ આપવામાં આવી હતી અને તેને પસાર થવા દેવામાં આવતું હતું .
ફાસ્ટેગ વગરના વાહનોમાંથી સરેરાશ 5% ટૉલ ટેક્સ NHAIના અસલી સોફ્ટવેરમાંથી વસૂલવામાં આવે છે, જેથી કોઈને કોઈ શંકા ન રહે. એટલે કે ફાસ્ટેગ વગરના વાહનોમાંથી જે ટેક્સ વસૂલવામાં આવે છે તે સરકારી ખાતામાં જતો નથી. જ્યારે નિયમો મુજબ, ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી વસૂલવામાં આવતા ટૉલ ટેક્સના 50% NHAIના ખાતામાં જમા કરાવવાના હોય છે.