ચોરીની સાડી, રોકડ તથા વાહન સહિત કુલ 10.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બી સ્ટાફ પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ એન.એ.રાયમા, વિજયસિંહ પરમાર, કુલદીપસિંહ સહિતના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે સાયલા હાઇવે પર આવેલી એક હોટેલ નજીકથી પ્રકાશ સંજયભાઈ વણપરા, શૈલેષ વીરજીભાઈ સાસકિયા, મુકેશ રામભાઇ વડુકિયા રહે: રાજકોટ વાળા ત્રણ શંકાસ્પદ શખ્સોને ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરતાં પોતે સાયલા ખાતે અગાઉ સાડી ચોરીનો ગુન્હો આચરેલ હોવાનું જણાવતા પોલીસે મુદ્દામાલ બાબતે પૂછપરછમાં 103 નંગ સાડી કિંમત 34 હજાર રૂપિયા તથા અન્ય સાડીઓ વેચાણ કરી હોવાથી રોકડ 38,260/- રોકડ મળી આવ્યા હતા
આ સાથે ગુન્હામાં વપરાશ થયેલ જીજે 03 બી ડબલ્યુ 1167 તથા જીજે 03 બી ઝેડ 2287 નંબર વાળા બે વાહન કિંમત 10 લાખ એમ કુલ મળી 10,72,260/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ત્રણેય ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી