મેંદરડાનાં પાદર ચોકમાં રેલીનું ભવ્ય સ્વાગત કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં સ્થિત કોયંબટૂર શહેરથી આશરે 24 કિમી દુર આવેલા ઈશા યોગા સેન્ટર અને ઈશા ફાઉન્ડેશનના વ્યવ્સ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા શરૂ કરાયેલા વૈવિશ્ર્વ માટી બચાવો જનજાગૃતિ અભિયાન અંતર્ગત 11 લોકોની મોટરસાયકલ રેલી જુનાગઢ મુકામે આવી હતી.
- Advertisement -
જૂનાગઢ ભરાડ સ્કૂલ, ચાપરડા બ્રહ્માનંદ ધામ તેમજ મેંદરડા પાદર ચોક ખાતે ત્રણ અલગ અલગ કાર્યક્રમમાં કુલ 1500 જેટલા લોકો જોડાયા હતા. ત્રણે સ્થળ ઉપર રેલીનું ફુલહાર, પુષ્પવૃષ્ટિ, ઢોલ-નગાડા સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. માટી બચાવો અભિયાન અંતર્ગત ખેતીની જમીનમાં 3.5 ટકા સાન્દ્રતા જડવાય તેવા પગલાં લેવા, જેમકે ખેતરો ઉપર લીલું અથવા સુકા ઘાસ, પાંદડા દ્વારા આચ્છાદન. ખેતીની જમીનને સીધા સૂર્યતાપથી રક્ષણ કરવા માટે વૃક્ષારોપણ, જેવા અનેકવિધ વિષયો ઉપર વિડિઓ બતાવીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માટીમાં સાન્દ્રતાનાં અભાવે તેમા ઉતપન્ન થતાં અનાજ, ફળ, શાક-ભાજી માનવ શરીરને સુપોષિત કરવામાં સક્ષમ નથી હોતા જેના વૈજ્ઞાનિક પુરાવા છે.
સદગુરુ પોતે માટી બચાવો અભિયાન માટે 27 દેશોમાં 30,000 કિમીની મોટરસાયકલ યાત્રા કરી છે અને 74 દેશો, 8 સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓ, અને વિશ્ર્વભરમાં કરોડો લોકોના સમર્થન હાસલ કર્યું છે. આ અભિયાનનાં આગળનાં ભાગમાં ઇશા ફાઉન્ડેશનનાં સ્વયંસેવકો માટી બચાવોના સંદેશવાહક બનીને દરેક વિસ્તારમાં સંદેશો પહોચાડવા માટે પ્રયત્ન હાથ ધર્યા છે. તેમજ ગુજરાત રાજ્યએ પણ ઇશા ફાઉન્ડેશન સાથે માટી બયાવા અંગે એમઓયુ કર્યા છે.